રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૪૬ કેસ નોંધાયા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૪૬ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૩૩ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૧૨૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૬૭,૮૯૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૬૭ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૨૬૭ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૪,૧૨૭ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૨૬, વડોદરા કોર્પોરેશનમાં ૯, જામનગર કોર્પોરેશન ૩, સુરત કોર્પોરેશન ૩, રાજકોટ કોર્પોરેશન ૨ અને ગાંધીનગર, મહેસાણા અને સુરતમાં ૧-૧ કેસ નોંધાયા છે.બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૧૦૩૦ નાગરિકોને રસીનો પ્રથમ અને ૨૪૭૮૧ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૫૦ ને રસીનો પ્રથમ અને ૩૮૪૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૨૮૦૪૧ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૧૦૯૯ ને રસીનો પ્રથમ અને ૮૯૫૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૬૭,૮૯૫ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૧,૧૧,૫૦૩ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.ss3kp