રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૫૬ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૫૬ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૩૦ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૧૫૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને ૯૯.૦૮ ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૪૬,૪૧૨ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૯૩ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૨૯૩ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૪,૧૫૭ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૨૬, વડોદરા કોર્પોરેશનમાં ૮, ગાંધીનગર કોર્પોરેશન ૪, જામનગર કોર્પોરેશન ૪, સુરત કોર્પોરેશન ૪, રાજકોટ કોર્પોરેશનમાં ૩, પાટણમાં ૨, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન અને સુરતમાં ૧-૧ કેસ નોંધાયા હતા.બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૬૯૬ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૭૬૦૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૨૨ ને રસીનો પ્રથમ અને ૧૨૬૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૨૦૩૨૭ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૬૩૬ ને રસીનો પ્રથમ અને ૫૭૬૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૪૬,૪૧૨ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૧,૯૦૯,૧૫ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP