રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૧૪૩ કેસ નોંધાયા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૧૪૩ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૫૧ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૪૦૫ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૯.૦૬ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં આજે કુલ ૫૯,૭૧૯ રસીના ડોઝ અપાયા હતા.બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૬૦૮ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૬૦૮ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૪,૪૦૫ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે.
તો બીજી તરફ ૧૦,૯૪૫ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે ગાંધીનગર કોર્પોરેશનમાં એક નાગરિકનું કોરોનાને કારણે મોત થયું હતું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૮૩, વડોદરા કોર્પોરેશન ૧૪, ગાંધીનગર કોર્પોરેશન ૧૦, સુરત કોર્પોરેશન ૯, રાજકોટ કોર્પોરેશન ૮, વડોદરા ૪, અમદાવાદ, જામનગર કોર્પોરેશન અને મહેસાણામાં ૩-૩ તથા આણંદ, કચ્છ, નવસારી, સાબરકાંઠા, સુરત અને વલસાડમાં ૧-૧ કેસ નોંધાયો છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૭૭૪ નાગરિકોને રસીનો પ્રથમ અને ૨૧૧૫૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૪૪ ને રસીનો પ્રથમ અને ૧૯૭૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૩૦૦૯૨ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૮૮૭ ને રસીનો પ્રથમ અને ૪૬૮૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૫૯,૭૧૩ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૪,૬૮,૪૧૮ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.ss3kp