રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૧૫૪ કેસ નોંધાયા
અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૪૬૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે: રિકવરી રેટ ઘટીને ૯૯.૦૫ ટકા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૧૫૪ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૫૮ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૪૬૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૯.૦૫ ટકાએ પહોંચી ચુક્યો છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૪૩,૧૩૩ રસીના ડોઝ અપાયા હતા.બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૭૦૪ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૭૦૪ નાગરિકો સ્ટેબલ છે.
અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૪,૪૬૩ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૫ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૮૦, વડોદરા કોર્પોરેશન ૨૨, સુરત કોર્પોરેશન ૧૨, વડોદરા ૧૧, ગાંધીનગર કોર્પોરેશન ૫, રાજકોટ કોર્પોરેશન ૪, મહેસાણા, સુરત, વલસાડમાં ૩-૩, અમદાવાદ ૨, આણંદ, ભરૂચ, ભાવનગર અને કચ્છમાં ૨-૨ કેસ તથા ખેડામાં ૧ કેસ નોંધાયો હતો.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૬૩૫ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૬૧૮૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૮૮ ને રસીનો પ્રથમ અને ૮૮૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૨૨૪૯૩ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૫૪૨ ને રસીનો પ્રથમ અને ૨૩૦૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૪૩,૧૩૩ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૫,૧૧,૫૫૧ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.ss3kp