રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૧૧૧ કેસ નોંધાયા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૧૧૧ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૫૭ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૫૮૬ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૯.૦૪ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૨૮,૬૭૯ રસીના ડોઝ અપાયા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૮૩૨ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૮૩૨ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૪,૫૮૬ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૫ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.
જાે કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૫૭, વડોદરા કોર્પોરેશન ૨૦, ઘાંધીનગર કોર્પોરેશનમાં ૬, ગાંધીનગર ૫, સુરત કોર્પોરેશનમાં ૪, ભાવનગર કોર્પોરેશન, રાજકોટ અને સુરતમાં ૨-૨ કેસ તથા અમદાવાદ, આણંદ, જામનગર કોર્પોરેશન, કચ્છ, મોરબી, નવસારી, તાપી અને વડોદરામાં ૧-૧ કેસ નોંધાઇ ચુક્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૭૩૭ નાગરિકોને રસીનો પ્રથમ અને ૬૪૩૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૦૨ ને રસીનો પ્રથમ અને ૯૪૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૭૨૯૨ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો.
૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૩૭૭ ને રસીનો પ્રથમ અને ૨૭૮૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૨૮,૬૭૯ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૫,૪૬,૯૦૯ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP