Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૨૪૪ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૨૪૪ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૩૧ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૫,૩૨૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૯.૦૦ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૧૦,૯૩૭ રસીના ડોઝ અપાયા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૩૭૪ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત ૧૩૬૯ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૫,૩૨૩ નાગરિકો હરાવી ચુક્યાં છે.
બીજી તરફ ૧૦,૯૪૬ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.

જાે કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૧૧૭, વડોદરા કોર્પોરેશન ૨૯, સુરત કોર્પોરેશન ૩૨, રાજકોટ કોર્પોરેશન ૧૦, સુરત ૬, વલસાડ ૬, ભાવનગર કોર્પોરેશન અને વડોદરામાં ૫-૫ કેસ તથા સુરેન્દ્રનગર ૪, ભરૂચ ૪, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, મહેસાણા અને નવસારીમાં ૩-૩ કેસ નોંધાયા છે, ખેડામાં ૨, ભાવનગર, જામનગર અને કચ્છમાં ૧-૧ કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૧૦૦ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૬૮૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૩૨ ને રસીનો પ્રથમ અને ૨૯૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૭૭૧૪ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો.

૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૪૫૪ ને રસીનો પ્રથમ અને ૬૫૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧૦,૯૩૭ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૮,૬૪,૪૬૬ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.