રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૫૪૭ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ ૫૪૭ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૪૧૯ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૮,૦૪૨ દર્દીઓએ કેરેનાને મ્હાત આપી છે. જાે કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને ૯૮.૮૬ ટકાએ પહોંચી ચુક્યો છે.
જાે કે બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૭૦,૮૭૨ ડોઝ અપાઇ ચુક્યાં છે. બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કુલ ૩૦૪૨ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૩૦૩૭ નાગરિકો સ્ટેબલ છે.
આ ઉપરાંત ૧૨,૧૮,૦૪૨ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે કુલ ૧૦,૯૪૬ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૨૨૨, સુરત કોર્પોરેશનમાં ૮૨, વડોદરા કોર્પોરેશનમાં ૪૬, વલસાડમાં ૨૨, મહેસાણા ૧૮, નવસારી ૧૮, ગાંધીનગર કોર્પોરેશન ૧૬, ભરૂચ ૧૫, કચ્છ ૧૫, રાજકોટ કોર્પોરેશન ૧૫, જામનગર કોર્પોરેશન ૧૩, સુરત ૧૧, આણંદ ૧૦, ભાવનગર કોર્પોરેશન ૭, ગાંધીનગર ૬, અમદાવાદ ૫, મોરબી ૫, પાટણ ૫, રાજકોટ ૪, વડોદરા ૩, બનાસકાંઠા, ભાવનગર, જામનગર ૨-૨, બોટાદ, ખેડા અને પોરબંદરમાં ૧-૧ કેસ સહિત કુલ ૫૪૭ કેસ નોંધાયા હતા.
બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૨૬૫૬ ને રસીનો પ્રથમ, ૧૩૦૦૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૮૦૫ ને રસીનો પ્રથમ તથા, ૫૬૬૧ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૨૯૯૭૩ ને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા.
૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૮૭૩૬ ને રસીનો પ્રથમ અને ૧૦૦૩૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૭૦,૮૭૨ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૧,૧૪,૩૨,૮૪૯ ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP