રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૬૬૫ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના નવા ૬૬૫ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૫૩૬ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૨૦,૬૮૨ નાગરિકો હરાવી પણ ચુક્યાં છે. જાે કે સતત વધી રહેલા કેસના કારણે રિકવરી રેટ ઘટીને ૯૮.૮૧ ટકાએ પહોંચી ચુક્યો છે. જાે કે રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૫૫,૦૯૧ નાગરિકોને રસીના કુલ ડોઝ આપવામાં આવ્યા છે.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૩૭૨૪ એક્ટિવ કેસ છે. જે પૈકી ૩ નાગરિકો વેન્ટીલેટર પર છે જ્યારે ૩૭૨૧ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૨૦,૬૮૨ નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. ૧૦૯૪૮ નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. જાે કે એક પ્રકારે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૯૮૮ નાગરિકોને રસીનો પ્રથમ અને ૯૮૮૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો છે.
૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૨૪૮૩ ને રસીનો પ્રથમ અને ૪૪૧૨ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૨૩૦૪૪ નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા છે. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૮૯૪૪ને રસીનો પ્રથમ અને ૫૩૪૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૫૫,૦૯૧ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૧,૧૬,૯૯,૬૦૩ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP