રાજ્યમાં કોરોના વાયરસના નવા ૧૯ કેસ સામે આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૯ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૨૨ દર્દીઓ સાજા પણ થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકાએ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં ૮,૧૫,૮૩૮ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો નહીવત્ત છે. જે રાજ્ય માટે ખુબ જ રાહતના સમાચાર છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી કોઇનું મોત થયું નથી અથવા તો ૧ જ વ્યક્તિનું મોત થયું છે.
જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૭૬ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૪ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૧૭૨ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૩૮૩ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધી કોરોનાને કારણે રાજ્યમાં કુલ ૧૦૦૮૫ નાગરિકોના મોત થઇ ચુક્યાં છે.
જાે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું તે ખુબ જ રાહતના સમાચાર કહી શકાય. આજે રાજ્યના વલસાડમાં ૫, અમદાવાદ કોર્પોરેશન ૪, સુરત કોર્પોરેશન ૩, જૂનાગઢમાં ૨, જામનગર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સુરત, વડોદરામાં ૧-૧ કેસ નોંધાયા છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૫ ને રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૪૫૬૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૩૪૦૫૮ નાગરિકોને રસીનો પ્રથમ અને ૯૨૯૦૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૦૦૭૧૩ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૯૭૮૪૭ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આજના દિવસમાં ૪,૩૦,૦૯૪ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૬,૩૭,૫૮,૭૯૫ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS