Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૨૩૭ કેસ નોંધાયો

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્‌યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૧૦૦૦ ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં ૧૦૦થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા ૨૩૪ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૩૫૩ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૫૭,૪૭૩ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં ૯૭૪ કેન્દ્રો પર ૫૬,૩૩૨ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ ૬,૬૦,૫૧૬ વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જાે કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જાેવા નથી મળી.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૭.૫૬ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જાે કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જાે કે બીજી તરફ રાજ્યમાં આજે અમરેલી, અરવલ્લી, ભરૂચ, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી એમ કુલ એમ કુલ ૯ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૨,૦૪૦ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૨૪ છે. જ્યારે ૨,૦૧૬ લોકો સ્ટેબલ છે. ૨,૫૭,૪૭૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૩૭૯ લોકોનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાના કારણે અમદાવાદ કોર્પોરેશન જિલ્લાનાં ૧ દર્દીનું મોત નિપજ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.