Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૧૪૧૫ કેસ નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ ૧૪૧૫ દર્દીઓ નોંધાયા હતા. તેની સામે ૯૪૮ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં ૩૩૫, સુરતકોર્પોરેશનમાં ૩૪૯, વડોદરાકોર્પોરેશનમાં ૧૨૭ અને રાજકોટકોર્પોરેશનમાં ૧૧૫ કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં ૧, રાજકોટમાં ૧, સુરતમાં ૧ અને સુરેંદ્રનગરમાં ૧ એમ કુલ ચાર વ્યક્તિના મોત થયા છે.

જાે કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૨,૮૩,૮૬૪ પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ ૨,૭૩,૨૮૦ છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક ૪,૪૩૭ પર પહોંચ્યો છે. રાજ્યમાં તમામ મહાનગરપાલિકામાં કોવિડ-૧૯ રસીકરણ દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓને સમય-મર્યાદામાં આવરી લેવાય તે હેતુસર તમામ મહાનગરપાલિકામાં કોવિડ-૧૯ વેક્સીનેશન માટે ગાઇડ લાઇન મુજબ વધુમાં વધુ સેશનનું આયોજન કરવામાં આવશે. કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે રાત્રિના ૯.૩૦ વાગ્યા સુધી કોવિડ રસીકરણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ ૨૬,૪૧,૯૦૫ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૫,૮૪,૪૮૨ વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે.

આમ કુલ ૩૨,૨૬,૩૮૭ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે ૬૦ વર્ષથી વધુ વયના તેમજ ૪૫ થી ૬૦ વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ ૨,૨૧,૮૧૪ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જાેવા મળી નથી. રાજ્યમાં કોવિડ-૧૯ ના ૧૪૧૫ દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી ૯૪૮ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ ૯૬.૨૭ ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે ૨,૭૩,૨૮૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૬૧૪૭ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૭ છે. જ્યારે ૬૦૮૦ લોકો સ્ટેબલ છે. ૨,૭૩,૨૮૦ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૪,૪૩૭ લોકોનાં મોત નિપજ્યા છે. અમદાવાદમાં હવે ખાનગી કોવિડ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર નહિ મળે. અગાઉ ખાનગી હોસ્પિટલોમાં ૫૦ ટકા બેડ કોર્પોરેશને પોતાના હસ્તક રાખ્યા હતા. જેના નાણાં એએમસી દ્વારા ચૂકવવામાં આવતા હતા. પરંતુ હવેથી ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને સારવાર લેવી હશે તો નાણાં ચૂકવવા પડશે. આ વિશે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોશિયેશનના ડોકટર ભરત ગઢવીએ વધુમાં કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવેથી ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને નહિ મોકલે. ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે બેડ વધારવામાં આવશે. અગાઉ ૫૦ ટકા ખાનગી હોસ્પિટલના બેડ પર એએમસી તરફથી કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.