Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૧૧૧૫ કેસ નોંધાયો

ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૧૧૫ નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કેસમાં ઘટાડો આવ્યો છે. ત્યારે આજે શહેરમાં ૨૨૪ અને જિલ્લામાં ૦૮ કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ ૮ દર્દીનાં નિધન થતા કોરોનાની કાતિલ રફતાર જાેવા મળી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડના કારણે કુલ ૨૩૨૧૮૮ દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો ૫૫૦૦૦ને પાર થઈ ગયો છે.

દરમિયાન રાજ્યમાં ૨૪ કલાકમાં સુરતમાં ૧૬૯, વડોદરામાં ૧૪૪, રાજકોટમાં ૧૨૯, બનાસકાંઠામાં ૧૮, ગાંધીનગરમાં ૪૯, ખેડામાં ૧૯, પંચમહાલમાં ૩૦, જામનગરમાં ૩૩, ભાવનગરમાં ૨૭, જૂનાગઢમાં ૨૩, આણંદમાં ૧૨, સાબરકાંઠામાં ૧૯, અમરેલીમાં ૭, નર્મદામાં ૯, કચ્છમાં ૨૩, કેસ નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં ૧૯, દાહોદમાં ૧૯, મહીસાગરમાં ૧૧, મોરબીમાં ૧૦, ભરૂચમાં ૨૨, ગીરસોમનાથમાં ૧૦, પાટણમાં ૧૩, દેવભૂમિ દ્વારકામાં ૪, અરવલ્લીમાં ૫, નવસારીમાં ૨, તાપીમાં ૩, પોરબંદરમાં ૧, બોટાદમાં ૩, છોટાઉદેપુરમાં ૩ કુલ મળીને ૧૧૧૫ કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં હજુ ૧૨૪૪૯ દર્દીઓ એક્ટિવ દર્દી તરીકે સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં ૬૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૧૨૩૮૪ દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં કુલ ૨૧૫૫૨૮ દર્દીઓ સાજા થયા છે જ્યારે કુલ ૪૨૧૧ દર્દીઓનાં મૃત્યુ થયા છે.

આજે રાજ્યમાં અમદાવાદમાં ૪, સુરતમાં ૩ અને બોટાદમાં એક મળીને કુલ ૮ દર્દીઓનાં મોત સરકારી ચોપડે નોંધાયા છે, જ્યારે આજે રાજ્યમાં સૌથી વધુ દર્દી અમદાવાદ શહેરમાં ડિસ્ચાર્જ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૨.૮૨ ટકાના દરે પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૪૮૩૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં કોરોના કાબૂમાં હોવા છતાં પણ ૫.૩૨ લાખથી લોકો હોમ ક્વોરન્ટાઇન છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.