રાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો
ગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં વેક્સિન મૂકવામાં આવી હતી. એક બાજુ સમગ્ર દેશમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે આજથી વેક્સિનેશનની પ્રક્રિયા પણ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં પણ ૨૪ કલાકમાં ૫૦૫ કેસો નોંધાયા છે તો રિકવરી રેટ પણ ૯૫.૭૧% થયો છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૭૧,૩૫૭ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૪,૭૧,૨૨૯ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૧૨૮ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. ૨૪ કલાકમાં વધુ ૭૬૪ દર્દીઓ રજા આપવામાં આવી છે. જેથી રાજ્યમાં કુલ ૨૪૪૪૦૩ વ્યક્તિઓ સંક્રમણને હરાવીને સ્વસ્થ થયાં છે.
રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં ૧૦૨, સુરતમાં ૯૬, વડોદરામાં ૭૮ તેમજ રાજકોટમાં ૭૦ દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ ૬૫૮૮ એક્ટિવ કેસમાંથી ૫૩ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૬૫૩૫ સ્ટેબલ છે. રાજ્યમાં ૨૪ કલાકમાં અમદાવા કોર્પોરેશનમાં ૧ તેમજ રાજકોટમાં ૧ અને રાજકોટ કોર્પોરેશનમા ૨ એમ કુલ ૩ મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ ૪૩૬૩એ પહોંચ્યો છે.SSS