રાજ્યમાં ચૂંટણી પહેલાં બોર્ડ-નિગમોમાં નિમણુંક હાથ ધરાશે

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાત સરકાર હસ્તક બોર્ડ નિગમોમાં નિમણુંકો અંગે હજુ સુધી સસ્પેન્સની સ્થિતિ યથાવત રહેવા પામી છે. પરંતુ આ સ્થિતિનો ઉકેલ ચૂંટણી પહેલા જ આવી જશે. તમામ બોર્ડ-નિગમોમાં નવી નિમણુંકોને લઈને ભાજપના રાજકીય આગેવાનો મીટ માંડીને બેઠા છે.
સંભવતઃ તેના માટે પોતપોતાના રાજકીય ગોડફાધરોનો સહારો લેવામાં આવે તે સ્વાભાવિક છે. પરંતુ ભાજપમાં હાઈકમાન્ડ જે નક્કી કરે છે તે મુજબ જ નિમણુૃંકો થતી હોવાથી ભલભલા રાજકીય ગોડફાધરોનુૃં ઉપજતુ નથી. તેમ છતાંય જેમને બોર્ડ-નિગમોમાં નિમણુંકની આશા છે તેઓ એડીચોટીનું ‘જાેર’ લગાવી રહ્યા છે.
ખાસ તો ચૂંટણી પહેલાં ભાજપ મોવડી મંડળ બોર્ડ-નિગમોના નામોની જાહેરાત કરે એવી વકી છે. ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી તેના નિયત સમય કરતા વહેલા યોજાશે. તેને લઈને રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે. જાે કે સામે પક્ષે ભાજપના પ્રદેશ મોવડીઓ ચૂંટણી સમયસર યોજાશે તેમ જણાવી રહ્યા છે.
આમ, બંન્ને પ્રકારની પરિસ્થિતિની વચ્ચેે ભાજપમાં ચૂંટણીલક્ષી કવાયત તેજ થઈ ગઈ છે. ભાજપ તરફથી બુથલેવલ સુધીના કાર્યક્રમો શરૂ થઈગયા હોવાનુૃ કહેવાય છે. બીજી તરફ પ્રજાલક્ષી પ્રોજેક્ટોને ઝડપથી આટોપી લેવા ઉચ્ચસ્તરીય આદેશ અપાયા છે. પરિણામે રોડ-રસ્તા, બ્રિજ સહિતના કામોને વેગ મળી રહ્યો છે. આ ‘જાે અને તો’ની વાતો વચ્ચેે બોર્ડ નિગમોની નિમણુંકની ચર્ચા ચગડોળે ચઢી છે.
બોર્ડ-નિગમોની નિમણુંક ચૂંટણી પહેલાં કરાશે. જેથી અંદર કોઈપણ પ્રકારનું વાતાવરણ ડહોળાય નહી. ઉલ્લેખનીય છે કે ભાજપમા કોંગ્રેસના આગેવાનોનુૃ સતત આગમન કોઈ શરત કે માંગણી વિના હોવાનું કલ્પવુ મુશ્કેલ છે. તેથી જ બોર્ડ નિગમોની નિમણુંક યોગ્ય સમયે જ કરાશે એ વાત નક્કી છે.