રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થતાં જ શહેરોમાં કોરોના કેસ વધ્યા
ગાંધીનગર, રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ ૩૧૫ દર્દીઓ નોંધાયા હતા. તેની સામે ૨૭૨ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જાે કે રાજ્યમાં અત્યાર સુધીના કુલ રિકવર દર્દીઓ ૨,૬૧,૨૮૧ છે.
આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક ૪,૪૦૬ પર પહોંચ્યો છે. હાલમાં ગુજરાતના પડોશી રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં કોવિડ-૧૯ ના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે સડક પરિવહન માર્ગે બોર્ડર ચેકપોસ્ટ ઊભી કરી આ રાજ્યોમાંથી આવતાં તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરવાનું નક્કી કર્યું છે.
વધુમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ જેવા મહાનગરપાલિકા વિસ્તારમાં રેલ્વે સ્ટેશનો ઉપર સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે અને રાજ્યના તમામ એરપોર્ટ ઉપર દેશ-વિદેશથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરાશે.અત્યાર સુધીમાં કુલ ૮,૧૩,૫૮૨ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૬૭,૩૦૦ વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જાેવા મળી નથી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોના કેસો કાબુમાં જાેવા મળી રહ્યા છે.