રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૬૦૬.૪૧ કરોડનો વિદેશી દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયાં

પ્રતિકાત્મક
ગાંધીનગર, ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તે માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાના અનેક બનાવો સામે આવ્યાં છે.
ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિદેશી-દેશી દારૂ અને અન્?ય નશીલા દ્રવ્?યો અંગે મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો હતો. આ સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૬૦૬.૪૧ કરોડનો વિદેશી દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયાં છે. જ્યારે ચાર હજારથી વધુ આરોપીઓની ધરપકડ કરવાની હજી બાકી છે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૨૧૫.૬૨ કરોડ રૂપિયાની કિંમતની ૧.૬ કરો વિદેશી દારૂની બોટલ, ૪.૩૩ કરોડ રૂપિયાની ૧૯.૩૪ લાખ લીટર દેશી દારૂ, ૧૬.૨ કરોડ રૂપિયાની કિંમતની ૧૨.૨૦ લાખ બિયરની બોટલ અને ૩૭૦.૨૫ કરોડ રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજાે, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સ પકડાયું છે.
બે વર્ષમાં ૬૦૬.૪૧ કરોડ રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્?ય નશીલા દ્રવ્?યો પકડવામાં આવ્?યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા ૪ હજાર ૪૬ આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે.નશીલા પદાર્થના વેચાણમાં બનાસકાંઠા, દ્વારકા, કરછ, છોટાઉદેપુર, દાહોદ અને સુરત મુખ્ય સેન્ટર છે. ગૃહપ્રધાનના વિસ્તાર એવા સુરતમાંથી બે વર્ષમાં ૯૩ લાખથી વધુની કિંમતનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો મુજબ, ગુજરાતમાં ઇન્ડિયન પીનલ કોડ હેઠળના ક્રાઇમની સંખ્યા ૨૦૧૭માં ૧.૨૯ લાખ હતી, એ ૨૦૨૦માં વધીને ૩.૮૨ લાખ થઈ ગઈ છે, એટલે કે આઇપીસી ક્રાઇમની સંખ્યામાં ૧૯૬%નો વધારો થયો છે. એવી જ રીતે સ્પેશિયલ એન્ડ લોકલ લોઝ હેઠળના ગુનાની સંખ્યા આ સમયગાળામાં ૨ લાખથી વધીને ૩.૧૮ લાખ થઈ ગઈ છે. જીન્ન્ ગુનાની સંખ્યામાં ૫૯%નો વધારો થયો છે.HS