રાજ્યમાં છેલ્લા ૧૮ કલાકમાં ૧૬૪ તાલુકામાં મેઘ મહેરબાન
અમદાવાદ, રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા ૧૮ કલાકમાં કુલ ૧૬૪ તાલુકમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના કપરાડામાં ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે.
આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યનાં કુલ ૧૬૪ તાલુકમાં વરસાદ વરસ્યો છે.
આ સાથે વલસાડ કપરાડામાં ૧૧ ઇંચ, ડાંગના સુબીરમાં ૯.૪૪ ઇંચ, પારડીમાં ૯ ઇંચ, ધરમપુરમાં ૮.૫૨ ઇંચ, નવસારીમાં ખેરગામમાં ૭.૫૬, વડોદરાના ડભોઇમાં ૮ ઇંચ, વાસંદામાં ૬.૮૮, વલસાડમાં વાપી ૬.૮૮ ઇંચ, નર્મદાના નાંદોદમાં ૭ ઇંચ, ડાંગના આહવામાં ૬.૦૮ ઇંચ, ડાંગ વઘઇમાં ૫.૫૬ ઇંચ, કરજણમાં ૫ ઇંચ વરસાદ નોંધાયો છે. આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સરેરાશ ૪૬.૭૦ % વરસાદ નોંધાયો છે તો કચ્છમાં ૯૭.૫૪ ટકા વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાતમાં ૨૬.૨૫ ટકા વરસાદ નોંધાયો પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૭.૯૨ % વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં ૪૭.૨૩ % વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં ૫૭.૩૬ ટકા વરસાદ નોંધાયો. જેના કારણે ગુજરાતની નદીઓ બે કંઠે વહી રહી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તિએ જણાવ્યું છે કે, આજે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે.
સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદની સ્થિતિ યથાવત હેશે. આજે ૫ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ૫ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. ૧૨ જિલ્લામાં ભારે વરસાદ રહેશે. ડાંગ, નવસારી, ગીર સોમનાથ, અમરેલીમાં અત્યંત ભારે વરસાદ થશે.SS1MS