Western Times News

Gujarati News

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૩૩૮ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ અચાનક ઘટવા લાગ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાના ૮૩૩૮ કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીની તુલનાએ ખુબ જ ઓછા હતા. બીજી તરફ ૧૬૬૨૯ દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૧૦,૮૩,૦૨૨ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.

જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૨.૬૫ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૪,૪૯,૧૬૫ નાગરિકોનું રસીકરણ કરાયું હતું. ગુજરાતમાં કોરોનાના નવા ૮૩૩૮ કેસની વાત કરીએ તો અમદાવાદમાં ૨૭૦૨ કેસ, ૮ દર્દીના મોત થયા છે.

વડોદરા ૨૧૯૬ કેસ, ૩ દર્દીના મોત, રાજકોટમાં ૬૩૫ કેસ, ૬ દર્દીના મોત, સુરતમાં ૩૯૪ કેસ, ૫ દર્દીના મોત, ગાંધીનગરમાં ૨૮૭ કેસ, ૨ દર્દીના મોત, ભાવનગરમાં ૯૨ કેસ, ૫ દર્દીના મોત, જામનગરમાં ૧૧૬ કેસ, ૨ દર્દીના મોત, જૂનાગઢમાં ૭૬, પાટણ ૨૨૪, બનાસકાંઠામાં ૨૧૨ કેસ, કચ્છમાં ૨૧૦, ભરૂચમાં ૧૪૫, મહેસાણા ૧૩૦ કેસ મોરબીમાં ૧૧૬, ખેડામાં ૧૧૨, પંચમહાલમાં ૯૮ કેસ, આણંદમાં ૯૫, સાબરકાંઠામાં ૮૪, વલસાડમાં ૮૧ કેસ, અમરેલીમાં ૬૧, નવસારીમાં ૩૯, ગીરસોમનાથમાં ૩૭ કેસ, સુરેન્દ્રનગરમાં ૩૭, તાપીમાં ૩૪, દાહોદમાં ૩૩ કેસ, છોટાઉદેપુર – દ્વારકા – મહિસાગર ૧૬ – ૧૬ કેસ, ડાંગમાં ૧૩, નર્મદામાં ૧૧, અરવલ્લીમાં ૧૦ કેસ, બોટાદ – પોરબંદરમાં ૫ – ૫ કેસ, પંચમહાલમાં ૧, વલસાડમાં ૧, અમરેલીમાં ૧ મોત, નવસારીમાં ૨, દ્વારકામાં ૧, બોટાદમાં ૧ મોત થયા છે. હાલમાં રાજ્યમાં ૭૫૪૬૪ એક્ટિવ કેસ છે. જે પૈકી ૨૨૯ વેન્ટિલેટર પર છે. જ્યારે ૭૫૨૩૫ નાગરિકો સ્ટેબલ છે.

આ ઉપરાંત અત્યાર સુધીમાં ૧૦૮૩૦૨૨ ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૦૫૧૧ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૩૮ નાગરિકોનાં મોત થયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૮, વડોદરા કોર્પોરેશન ૩, રાજકોટ કોર્પોરેશન ૪, સુરત કોર્પોરેશન ૩, રાજકોટ ૨, સુરત ૨, પંચમહાલ ૧, જામનગર કોર્પોરેશન ૧, વલસાડ ૧, ભાવનગર કોર્પોરેશન ૨, ગાંધીનગર ૨, અમરેલી ૧, નવસારી ૨, જામનગર ૧, દેવભૂમિ દ્વારકા ૧, ભાવનગર ૩, બોટાદ ૧ એમ કુલ ૩૮ લોકોના મોત થયા છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૩૯ ને પ્રથમ ૧૧૫૪ ને બીજાે ડોઝ અપાયો હતો.

૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૭૮૦૭ ને પ્રથમ અને ૨૧૦૩૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૩૦૧૪૨ ને પ્રથમ ૯૪૧૮૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના ૩૬૬૪૩ ને પ્રથમ ૨૦૫૪૮૦ ને બીજાે જ્યારે ૫૨૬૮૪ લોકોને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૪,૪૯,૧૬૫ રસીના ડોઝ આજે અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૯,૮૩,૮૨,૪૦૧ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.