રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૫ કેસ નોંધાયા

કોરોના સંક્રમણથી ૩૬ દર્દીઓ સાજા થયા છે : કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકા થઈ ગયો છે
ગાંધીનગર, કોરોનાની ત્રીજી લહેર બાદ રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો હતો. જાે કે, રાજ્યમાં હાલ કોરોના કેસમાં ઉતાર ચઢાવ જાેવા મળી રહી છે. દરરોજ કોરોનાના કેસમાં વધધટ થઈ રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૫ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી ૩૬ દર્દીઓ સાજા થયા છે.
તો હાલ રાહતના સમાચાર કહી શકાય કે રાજ્યમાં કોરોનાને કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જાેઈએ તો રાજ્યમાં હાલ ૨૨૫ એક્ટિવ કેસ છે. જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામે તમામ ૨૨૫ દર્દીઓ સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૦૩૩ દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ ૧૦,૯૪૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.જાે કે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસ અને ડિસ્ચાર્જ દર્દીની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૩૪ કેસ નોંધાયા છે.
ગાંધીનગર કોર્પોરેશન, મહેસાણા, સુરત કોર્પોરેશન અને વલસાડમાં ૨-૨ કેસ નોંધાયા છે. તેમજ ગીર સોમનાથ, વડોદરા અને વડોદરા કોર્પોરેશનમાં ૧-૧ કેસ નોંધાયા છે. જાે હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં ૨૪, મહેસાણામાં ૨, સુરત કોર્પોરેશનમાં ૩, વડોદરા કોર્પોરેશનમાં ૬ અને આણંદમાંથી ૧ વ્યક્તિ ડિસ્ચાર્જ થયો છે.
જાે રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં કુલ ૩૪,૫૯૪ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૬૫૮ ને રસીનો પ્રથમ અને ૧૦,૪૮૪ લોકોને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો છે.
૧૫-૧૭ વર્ષના લોકો પૈકી ૭૨ ને રસીનો પ્રથમ અને ૮૧૦ ને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ૧૫,૯૬૦ લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. ૧૨-૧૪ વર્ષના લોકો પૈકી ૫૭૨ ને રસીનો પ્રથમ અને ૬,૩૯૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૯,૬૬,૫૬૦ રસીના ડોઝ આપવામાં આવ્યો છે.SS3KP