રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૫૪ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના નવા ૫૪ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૧૬ દર્દીઓ પણ સાજા થયા હતા. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ ઘટીને ૯૮.૭૪ ટકાએ પહોંચી ગયો હતો.
અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૬૮૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ ૪,૨૫,૭૨૧ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. જાે કે ધીરે ધીરે કોરોનાના વધી રહેલા આંકડા રાજ્ય સરકાર અને નાગરિકોની ચિંતા વધારી રહ્યા છે.
રાજ્યમાં હાલ કુલ ૨૯૧ કોરોનાના એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૮ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૨૮૩ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૬,૬૮૭ નાગરિકો અત્યાર સુધીમાં કુલ ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૯૦ નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.
અમદાવાદ કોર્પોરેશન અને અમદાવાદમાં ૨૮ કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશન ૪, વડોદરા કોર્પોરેશન ૪, સુરત ૩, વડોદરા ૩, કચ્છ, રાજકોટ કોર્પોરેશન, વલસાડમાં ૨-૨ કેસ નોંધાયા હતા. ભરૂચ ૧, જામનગર, જુગાનઢ કોર્પોરેશન, નવસારી, રાજકોટ અને તાપીમાં ૧-૧ કેસ નોંધાયા હતા.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૫ ને રસીનો પ્રથમ જ્યારે ૨૧૭૫ ને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૧૫૫૯ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૦૦૦૦૫ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૩૭૮૧૧ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૨૭૪૧૬૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૪,૨૫,૭૨૧ ડોઝ અપાયા છે. આ પ્રકારે કુલ ૭,૫૭,૩૩,૮૭૨ ડોઝ અપાઇ ચુક્યા છે.SSS