Western Times News

Gujarati News

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૬૭૭ કેસ નોંધાયા

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં ૫૬૭૭ કેસ નોંધાયા છે.
અત્યાર સુધીમાં કુલ ૧૩૫૯ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૮,૨૨,૯૦૦ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે સાજા થવાનો દર પણ ઘટીને ૯૬.૧૪ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ ૩,૦૭,૦૧૩ વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.

જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૨૯૦૧ નાગરિકો એક્ટિવ કેસ છે. જે પૈકી ૨૫ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૨૨૮૭૬ નાગરિકો સ્ટેબલ છે. ૮૨૨૯૦૦ નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. ૧૦૧૨૮ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૧ ને રસીનો પ્રથમ ૨૬૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૧૬૫૭ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૩૦૩૭૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૮૪૬૪૪ નાગરિકોને રસીનો પ્રથમ ૮૪૪૮૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના તરૂણો પૈકી આજે ૯૨૫૮૧ ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૩,૦૭,૦૧૩ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૯,૩૦,૨૫,૩૫૦ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.