રાજ્યમાં જંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે સરકારને ૬૧% જેટલી અરજીઓ મળી
૨૦ નવેમ્બર ૨૦૨૪ ના રોજ જાહેર હિતમાં ઓન લાઈન-ઓફ લાઈન વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી હતી
ગાંધીનગર,
ઋષિકેશ પટેલ દ્વારા કેબિનેટ બેઠક મુદ્દે માહિતી આપવામાં આવી હતી જેમાં આવનાર રાજ્યના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટ મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં કુલ ૨૭ બેઠક થશે અને કામકાજના ૨૬ દિવસો રહેશે. ૨૦ નવેમ્બર ૨૦૨૪ ના રોજ, જાહેર હિતમાં ઓન લાઈન ઓફ લાઈન વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેમાં શહેરમાંથી ૫૪૦૦ અને ગ્રામ્યમાંથી ૫૬૦૦ વાંધા અરજીઓ આવી છે. ૧૧,૦૪૬ અરજીઓ મળી છે જેમાં ૬૧% જેટલી અરજીઓ જંત્રીના રેટ ઘટાડવાની મળી છે.
જ્યારે જંત્રીના દર વધારે છે એવી ૧૭૫૩ અરજી કરવામાં આવી છે. એટલું જ નહી જંત્રીના દર ઓછાથી વધારવાની પણ અરજીઓ પણ મળી છે. તમામ અરજીઓને કમિટી સલાહ સૂચન સાથે વિગતે રાજ્ય સરકારને મોકલશે. ત્યારબાદ આગામી દિવસોમાં જંત્રીને લઇને અંતિમ નિર્ણય લેવાશે.ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારને મળેલા વાંધા સૂચનો પર ચર્ચા કરીને પછી જંત્રી મુદ્દે નિર્ણય લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે જિલ્લા લેવલે સ્ક્રૂટિની થયા બાદ આ અરજીઓ મળી છે. રાજ્ય કક્ષાએ આખરી થયેથી આની જાહેરાત કરવામાં આવશે.