રાજ્યમાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઈ – જૂનના પ્રથમ સપ્તાહમાં પશ્ચિમ ભારતના રાજ્યોને અસર થશે ઃ ખેડૂતો ચિંતિત
અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં કાતીલ ગરમીનું મોજું ફરી વળ્યુ છે જ્યારે બીજી બાજુ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. આ દરમિયાનમાં ગુજરાત નજીક અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઈ રહી છે જેના પગલે પશ્ચિમ ભારતના ગુજરાત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં તોફાની પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણીના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સતર્ક બની ગયું છે અને પરિÂસ્થતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં આવતા મહિનાના પ્રારંભમાં જ ભારે વરસાદની આગાહીથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં આગમચેતીના પગલા ભરવામાં આવનાર છે.
આ અંગેની વિગત એવી છે કે મધ્ય ઉત્તર સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું છે.દિલ્હીમાં થોડા દિવસ પહેલાં કમોસમી વરસાદ પડયો હતો, બીજી બાજી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં બે દિવસ પહેલાં આવેલા વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દેશના વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહી છે આ વખતે પણ ગુજરાતમાં અસહ્ય ગરમીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોની અંદર તોફાની પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે. માવઠાના કારણે કૃષિને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો આ કપરી પરિÂસ્થતિમાંથી બહાર આવી રહ્યાં છે. આ દરમિયાનમાં ગુજરાતના માથે વધુ એક કુદરતી આપત્તિ આવવાની દહેશત સેવાઈ રહી છે.
હવામાન વિભાગ દ્વારા દેશના વાતવરણ ઉપર નજર રાખવામાં આવી રહી છે. જેના પગલે ગુજરાતના અરબી સમુદ્રમાં ભારે હલચલ જાવા મળી છે. અરબી સમુદ્રમાં નવી સાઈક્લોન પેટર્ન સર્જાઈ રહી છે જેના પગલે હવામાન ખાતું સતર્ક બની રહ્યું છે અને આ સમગ્ર વિસ્તાર પર સેટેલાઈટ મારફતે નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગે આ અંગેની જાણ કેન્દ્ર સરકારને કરી અને સરકારના સંબંધિત વિભાગોને પણ માહિતગાર કરવામાં આવ્યા છે. ગુજરાત અરબી સમુદ્રમાં થઈ રહેલી હલચલના પગલે ભારતમાં પશ્ચિમના રાજ્યોના દરિયાકિનાનારા વિસ્તારોમાં તેની અસર થવાની દહેશત સેવાઈ રહી છે. આ પરિÂસ્થતિમાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય પર વધુ અસર થઈ શકવાની શક્યતા છે. આ સિસ્ટમ સક્રિય બનતાં જ તેના કારણે તોફાની પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.
નવી સાઈક્લોન પેટર્ન સર્જાઈ રહી છે. ૩ જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતા છે. ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઈ પણ રાત્રે પશ્ચિમ ભારતના રાજ્યોની ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયકલોનીકની મુવમેન્ટ નક્કી કરશે કે નહીં. આવનાર સમયમા અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્માં સાઈક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઈ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈને ૩ જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે. જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરઆતથી ભારે વરસાદ પડી શકે છયે. ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયકલોન પેટર્ન સર્જાઈ, રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાત અરબી સમુદ્રમાં નદી સાયકલોન પેટર્ન સર્જાઈ રહી છે. ૩ જૂન આસપાસ ગુજરાતના દરિયા કિયાને પ્રાટકવાની શક્યતા છે. ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઈ પણ રાત્રે પશ્ચિમ ભારતના રાજ્યોની ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયકલોનીકની મુવમેન્ટ નક્કી કરશે આવશે કે નહી. આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઈકલોનિક સર્કંયુલેશનના પગલે લો પ્રેશર સર્જાઈ શકે છે.
લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈને ૩ જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે. જેથી દેશના પૂર્વીય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે જા કે હજુ ત્રણ્-ચાર દિવસ પછી વાવાઝોડાની ગતિ અને દિશા અંગેની જાણકારી મળ્યા બાદ પગલા ભરવાની શરૂઆત કરવામાં આવનાર છે. પરંતુ ખેડૂતો એલર્ટ થઈ ગયા છે.