Western Times News

Gujarati News

રાજ્યમાં દારૂનું સેવન કરતી મહિલાઓનું પ્રમાણ ખુબ વધ્યું

ગાંધીનગર, મહિલાઓમાં પણ દારૂનું સેવન હવે આમ બની ગયું છે,ગુજરાતમાંમ પણ મહિલાઓ નશાની આદી બની રહી છે તેવા ચોંકાવનારા અહેોવાલ સામે આવી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. મહિલાઓ દારૂ સહિતના અનેક પ્રકારના વ્યસનમાં મોખરે જાેવા મળી રહી છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણ-૫માં આ મામલે ઘટસ્ફોટ થયો છે,જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં ૦.૬ ટકા મહિલાઓ દારૂનું સેવનન કરી રહી છે,જેે આંકડો ૨૦૧૫ની સરખામણીમાં ડબલ થયો છે. પહેલા એટલે કે ૨૦૧૫માં આ આકડો ૦.૩ ટકા હતું.

અહેવાલમાં સ્પષ્ટ થયું છે કે રાજ્યના ડાંગ જિલ્લામાં સૈાથી વધુ મહિલાઓ દારૂનું સેવન કરી રહી છે, દારૂનું પરમીટ લેનારની સંખ્યામાં મહિલાઓનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે. ગામડાઓમાં દારૂનું સેવન કરતી મહિલાઓનું પ્રમાણ પણ વધુ જાેવા મળે છે.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.