રાજ્યમાં દિનપ્રતિદિન વધી રહ્યો છે સંક્રમિતોનો આંકડો, આજે 879 કેસ નોંધાયા
અમદાવાદ, રાજ્યમાં કોરોના સંક્રિમિતોનો આંકડો દરરોજ વધી રહ્યો છે. આજે રાજ્યમાં 879 કેસ નોંધાયા છે. સુરતની સ્થિતિ ચિંતાજનક છે. આજે પણ સુરતમાં 250 ઉપર કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા કેસોની આંકડાઓ જાહેક કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 879 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 13 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2047 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 41,906 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 513 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.
કોરોનાના સંક્રમણ સુરતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આજે નોંધાયેલા કુલ 879 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 205 અને જિલ્લામાં 46 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 152 અને જિલ્લામાં 20 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 68 અને જિલ્લામાં 07 કેસ, ભાવનગર કોર્પોરેશન એરિયામાં 31 અને જિલ્લામાં 15 કેસ નોંધાયા છે.