Western Times News

Gujarati News

રાજ્યમાં ધોધમાર વરસાદને કારણે અનેક જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ

Files Photo

ગાંઘીનગર: રાજ્યમાં આજે પણ રહેશે વરસાદી માહોલ યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્‌યુલેશન સર્જાયું છે.રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા રાજ્યભરમાં મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ધોધમાર વરસાદને કારણે અનેક જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જાેવા મળી હતી જેના કારણે રહીશોનાં ઘરમાં પાણી ઘૂસ્યાં, પાણીની વચ્ચે લોકોએ રાત વિતાવી, ૨ કલાકમાં ૪ ઇંચ પડ્યો હતો પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે.

પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના સિદ્ધપુરમાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો છે. ૨ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. અનેક સોસાયટીઓમાં કેડસમા પાણી છે અને લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. મોડી રાત્રે મેહુલિયાએ તોફાની બેટિંગ કરી હોય એમ રસ્તાઓ અને સોસાયટીમાં પૂર જેવો માહોલ જાેવા મળ્યો છે અને શહેરમાં જાણે કે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ છે. ભારે વરસાદ અને ઘરોમાં પાણી ભરાવાથી લોકોને પાણી વચ્ચે રાત વિતાવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આવતી કાલથી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે રવિવારે રાજ્યના ૨૬ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ ૫ ઈંચ, ખેડામાં સાડા ત્રણ ઈંચ, ખેડા જિલ્લાના માતરમાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી સરેરાશ અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. એટલે કે સીઝનનો ૮.૦૯

ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે યથાવત ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે તો મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે રાજ્યમાં ૨૬ તાલુકામાં ૧ ઈંચ વરસાદ ખાબક્યો છે તો અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩૩ જિલ્લાના ૧૭૦ તાલુકામાં વરસાદ પડી ચુક્યો છે રાજ્યમાં અત્યાર સુધી ૩ ઈંચ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં સિઝનનો ૯.૫૦ ટકા વરસાદ નોંધાયો, ૧૦૨ તાલુકામાં ૦ થી ૨ ઈંચ, ૧૦૪ તાલુકામાં ૨થી ૫ ઈંચ વરસાદ, ૩૬ તાલુકામાં ૫થી ૧૦ અને ૯ તાલુકામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે.

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ ખાબક્યો છે તો પાટણના સિદ્ધપુરમાં ૪.૫ ઈંચ વરસાદ નોંધાયો છે પાલનપુર અને ખેડામાં ૪-૪ ઈંચ વરસાદ પડ્યો છે. કાલાવડ અને માતરમાં ૩-૩ ઈંચ વરસાદ , વડગામ અને માંડલમાં ૨.૫ ઈંચ વરસાદ આ તરફ ઊંઝા, ઘોઘંબા અને ઉમરપાડામાં ૨-૨ ઈંચ વરસાદ વરસ્યો છેમહીસાગરમાં વરસાદી માહોલ જામ્યો છે, ખાનપુર, લુણાવાડા, વિરપુર, કડાણામાં વહેલી સવારથી જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે

મહીસાગરના અંતરિયાળ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે બનાસકાંઠામાં પણ વહી વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે તો વરસાદને કારણે પાલનપુર- આબુ હાઈવે ઉપર પાણી ભરાયા છે.બનાસકાંઠાના પાલનપુર, દાંતા, વડગામમાં વરસાદ, પાલનપુરમાં ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી, પહેલા વરસાદમાં જ લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી, એક દિવસમાં પાલનપુરમાં ૪ ઈંચ, વડગામમાં અઢી ઈંચ વરસાદ, બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વરસાદ, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.