રાજ્યમાં ધોરણ-૧થી ૩માં અંગ્રેજી વિષય ફરજિયાત

File
ધોરણ-૧,૨ના વિદ્યાર્થીઓને મૌખિક રીતે જ્યારે ધોરણ-૩ના વિદ્યાર્થીઓને પુસ્તક મારફતે અંગ્રેજી ભણાવાશે
અમદાવાદ, ગુજરાતમાં શિક્ષણની સ્થિતિને વધુ સુધારવા માટે રાજ્ય સરકાર એક બાદ એક મહત્વના ર્નિણય લઈ રહી છે. બાળકોનું શરૂઆતી શિક્ષણ સુદ્રઢ બનાવવા માટે શિક્ષણમંત્રી જીતુભાઇ વાધાણીએ વધુ એક મહત્વનો નર્ણય લીધો છે. હવે ગુજરાતના બાળકોમાં પણ અંગ્રેજી ભાષા પરનો પાયો મજબૂત બનાવવા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.
જીતુ વાઘાણીએ કરેલ જાહેરાત પ્રમાણે ગુજરાતી સહિત તમામ માધ્યમમાં નવા સત્રથી ધોરણ ૧થી ૩માં અંગ્રેજી વિષય ભણાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આમ હવે ગમે તે માધ્યમ હિંદી, ગુજરાતી, અંગ્રેજી કે અન્ય ભાષાની શાળામાં ભણતા વિદ્યાર્થીને અંગ્રેજી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે.સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર ધોરણ ૧ અને ૨ના વિદ્યાર્થીઓને મૌખિક રીતે અંગ્રેજી ભણાવાશે જ્યારે ધોરણ-૩ના વિદ્યાર્થીઓને પુસ્તક મારફતે અંગ્રેજી ભણાવવામાં આવશે.
વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાડવામાં આવશે. બાળકોને નાની ઉંમરથી જ અંગ્રેજી વિષયનું જ્ઞાન વધારવાના હેતુસર આ ર્નિણય કરવામાં આવ્યો છે.હાલના સમયમાં અંગ્રેજીનું જ્ઞાન બધા માટે ખૂબ જરુરી બની ગયુ છે, આગળ જતા બાળકોમાં અંગ્રેજી પ્રત્યેનો ડર ના રહે અને આ ભાષા પર પકડ મજબૂત બને તે માટે લેવાયો છે.SS2KP