વિરપુર તાલુકામાં ૧ લાખ ૭૦૦૦ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવતા ડેભારીના બ્રાહ્મણો

(તસ્વીરઃ પુનમભાઈ પગી, વિરપુર) શ્રાવણ માસનો અનેરો મહિમા હોય છે અને આ મહિનામાં લોકો પોતાની શક્તિ પ્રમાણે દેવાધીદેવ મહાદેવને રીઝવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે એવામાં મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના આવેલા ડેભારી પ્રેમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં દરરોજ ૧લાખ ૭ હજાર પાર્થિવ શિવલિંગનું બ્રાહ્મણો દ્વારા ્નિર્માણ કરવામાં આવે છે
અને તેનું પૂજન કરી નદી તળાવ વિસર્જન કરવામાં આવે છે અને અનેરી રીતે મહાદેવની પુજા કરવામાં આવે છે ત્યારે મંદિરના મહંતના સાનિધ્યમાં ભક્તો પાર્થિવ શિવલિંગ નું નિર્માણ કરી ધન્યતા અનુભવે છે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો પાર્થેશ્વર શિવલિંગ બનાવે છે યજમાનો પોતાની ઇચ્છા પૂર્ણ થતાં પૂજન કરાવે છે
શાસ્ત્રોના પાર્થેશ્વર પૂજનનું વિશેષ ર્ધામિક મહત્વ છે જેમાં શિવ ઉપાસકો અને કર્મકાંડ બ્રાહ્મણ શુદ્ધ માટી ગુંદી નાના- નાના શિવલિંગ બનાવી સાંજ સુધી જુદા જુદા આકારના યંત્રો તૈયાર કરી સાંજે ષોડશોપચાર પૂજા વિધિકરી ચોખા ચોંટાડી પ્રતિષ્ઠા કરી અભિષેક કરી તેની પૂજા કરાવાય છે બાદમાં સુર્યાસ્ત પછી પાર્થેશ્વર શિવલિંગને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે આવી રીતે બ્રાહ્મણો દ્વારા શ્રાવણના એક માસ સુધી મહાદેવની ઉપાસના કરે છે.
સાત દિવસના સાત યંત્રોની પૂજા અર્ચના કરવામાં આવે છે. રવિવારે સૂર્ય મંત્ર, સોમવારે નાગકાશ યંત્ર, મંગળવારે ત્રિકોણ મંગળ યંત્ર, બુધવારે બુધ યંત્ર, ગુરૃવારે પદમ યંત્ર, શુક્રવારે તારા યંત્ર, શનિવારે ધનખવાણ યત્ર જેવા યંત્રો વાર પ્રમાણે બનાવાય છે સાંજે તેનું વિધિવત પૂજન કરી નવૈદ્ય, આરતી કરી દરરોજ નદી, તળાવમાં વિસર્જન કરાય છે
બ્રાહ્મણો જણાવ્યાનુસાર સૌપ્રથમવાર આ પ્રકારની પૂજા પાર્વતીજીએ શ્રીજીની કૃપા મેળવવા પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરી હતી પાર્થેશ્વર શિવલિંગનું ઔશ્રધ્ધા અને ભક્તિ ભાવ પૂર્વક પૂજન કરવાથી મનોવાંચ્છીત ફળ મળે છે.