Western Times News

Gujarati News

રાજ્યમાં નવરાત્રી મહોત્સવ પર પ્રતિબંધ : અન્ય તહેવારોની ઉજવણી નહી કરી શકાય

Files Photo

અમદાવાદ: કેન્દ્ર સરકારે અનલોકની જાહેરાત કરીયા બાદ નવરાત્રીની ઉજવણી નો નિર્ણય રાજ્ય સરકાર ઉપર છોડ્યો હતો આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાઈડલાઈન જાહેર કરી નવરાત્રીની ઉજવણી ઉપર પ્રતબંધ ફરમાવ્યો છે માત્ર એક કલાક આરતી કરવા સમય આપવામાં આવ્યો છે જ્યારે રાવણ દહન તથા શરદ પૂનમની ઉજવણી ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત અન્ય તહેવારોની ઉજવણીમાં પણ પ્રતિબંધ જાહેર કરાયો છે અને જે કોઈ ગાઈડલાઈનનો ભંગ રકશે તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે

છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં ચર્ચાનો વિષય હતો કે રાજ્ય સરકાર નવરાત્રી યોજવા માટે મંજૂરી આપશે કે નહીં, જોકે આજે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે અનુસાર રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. સરકારે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવરાત્રીના ગરબા, દશેરા, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનો અમલ ૧૬ ઓક્ટોબરથી કરવાનો રહેશે.

દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ-નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈબીજ-શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વમંજૂરી આવશ્યક છે. મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય એના પર પ્રતિબંધ રહેશે. આ સૂચનાઓનો ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ-સંચાલક, આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય એનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.