રાજ્યમાં નવા ૧૧૦૦ પીયુસી સેન્ટર કાર્યરત કરાશે
(એજન્સી) ગાંધીનગર, નવા મોટર વાહન કાયદા અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પોલ્યુશન અંડર કંટ્રોલ- પીયુસી સેન્ટર સ્થાપવા માટેના નિયમો પ્રક્યા વધુ સરળ બનાવાયા છે. વાહનચાલકોને સરળતાથી નજીકમાં પીયુસી-પ્રમાણ પત્ર ઉપલબ્ધ થાય એ હેતુથી રાજ્યભરમાં નવા ૧૧૦૦ પીયુસી સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. લાયકાત ધરાવતા અરજદારોએ આ પીયુસી સેન્ટરમાં લાયસન્સ લેવા
માટે આરટીઓ અથવા એઆરટીઓ -કચેરી ખાતે ૩૦ ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે.
રાજ્યમાં નવા પીયુસીના સેન્ટરો મેળવવા માટેની પ્રક્રિયામાં ફેરફાર કરીને વધુ સરળ બનાવવામાં આવી છે. જે અંતર્ગત અગાઉ પીયુસી સેન્ટર માટેની જગ્યા માલિકી કે ભાડાની હોય તો પણ તેની મુદત પ વર્ષની હતી. જે હવે અરજીના દિવસે માલિકી કે લીઝનો પુરાવો રજુ કરવાનો રહેશે. અગાઉ અરજદારે અરજી સાથે ૧ ગેસ-એનેલાઈઝર, ધુમાડાનું મીટર કોમ્પ્યુટરના જાડાણ અને કેમેરા સાથે ફીટ કરવાની જાગવાઈ હતી. એ હવે મરજીયાત કરી અરજી મંજુર થયેથી પણ આ વ્યવસ્થા ઉભી કરી શકાશે. એ બાબતના બાહેધરી પત્ર સાથે અરજી કરી શકશે.
અગાઉ અરજદારનો રહેઠાણનો પુરાવો બેંક એકાઉન્ટ અંગેનું સર્ટીફિકેટ તથા પાસબુક-ચાલ-ચલગતું પ્રમાણ પત્ર, દુકાનનં ટેક્ષ બિલ, ભાડાચિઠ્ઠી, અનુભવનું સર્ટીફિકેટ, ટેકનિશ્યનનું એલ.સી., દુકાનમાલિકનું સંમતિ પત્રક જગ્યાનો લે-આઉટ પ્લાન વગેરે જટીલ પુરાવા રજુ કરવાના થતાં હતા. તેની જગ્યાએ અરજદાર કે ટેકનિશ્યન ધોરણ ૧૦ પાસ તથા ટેકનિકલ કોર્સ પાસ કર્યાની લાયકાત હોવી જરૂરી છે.
આમ, અરજી મંજુર થયેથી ૩૦ દિવસમાં અરજદાર દ્વારા સિક્યોરીટી ડીપોઝીટ પેટે રૂ.૧પ,૦૦૦ મશીનના બિલ, કેલિબ્રેશન સર્ટીફિકેટ વગેર રજુ કરવાનું રહેશે. ત્યારબાદ પીયુસી સેન્ટર માન્ય ગણાશે. આ ઉપરાંત, અનિર્વાય સંજાગોમાં આ ૩૦ દિવસની મુદતમાં આરટીઓ કે એઆરટીઓ સ્વવિવેકાધીન દિન ૧પનો વધારો કરી શકશે.