Western Times News

Gujarati News

રાજ્યમાં બે દિવસ બાદ વરસાદની આવવાની વકી

અમદાવાદ, ગુજરાતમાં ચોમાસું હવે બારેમાસ બની ગયુ છે, કોઈ પણ મહિનો કે મોસમ કેમ ન હોય, વરસાદ આવી પડે છે. ત્યારે ભરશિયાળે ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે દિવસ વરસાદ ની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, ૧૭, ૧૮ અને ૧૯ નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાઈ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે, મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતભરમાં વરસાદ દસ્તક આપી શકે છે.

૧૭ નવેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા. ભાવનગર, અમરેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. ૧૮ અને ૧૯ નવેમ્બરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સિવાય ઉત્તર ગુજરાત માં પણ વરસાદની શક્યતા. હાલ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે.

પરંતુ બે દિવસ બાદ રાજ્યભરમાં ઠંડકનું પ્રમાણ પણ વધશે. દિવસમાં ૨ થી ૪ ડિગ્રી તાપમાન હજુ ઘટતાં વધુ ઠંડકનો અહેસાસ થશે. રાત્રિ દરમિયાન તાપમાનમાં ખાસ વધઘટ નહિ નોંધાય. માત્ર ગુજરાતમા જ નહિ, પરંતુ બંગાળનાં ઉપાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. ૧૬ નવેમ્બર બાદ બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધે અને ભારતનાં મોટા ભાગમાં ૧૭થી ૨૦ નવેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.