રાજ્યમાં મંદીની વચ્ચે હીરાના ક્ષેત્રોમાં એક્પોર્ટમાં બમણો વધારો

Files Photo
સુરત: કોરોનાને કારણે ગુજરાતના મોટાભાગના ધંધા-ઉદ્યોગોને મંદીનો સામનો કરવો પડ્યો છે. એવામાં ગુજરાતમાં આ મંદી વચ્ચે હીરા ઉદ્યોગને લગતા તમામ ક્ષેત્રોમાં એક્સપોર્ટમાં બમણો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં કોરોનાની પ્રથમ લહેર હોય કે બીજી લહેર, તે દરેક ઉદ્યોગ માટે ચિંતાજનક અને નુકસાનદાયક રહી છે. તેનાથી વિપરીત સુરત હીરા ઉદ્યોગ અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે લાભકારી સાબિત થઈ છે. વર્ષ ૨૦૧૯-૨૦ એપ્રિલમાં થયેલા એક્સપોર્ટ કરતા વર્ષ ૨૦૨૧માં એપ્રિલ માસ સુધીના એક્સપોર્ટમાં ધરખમ વધારો જાેવા મળી રહ્યો છે. માત્ર ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જ્યારે હીરા ઉદ્યોગને લગતા તમામ ક્ષેત્રમાં બમણો એક્સપોર્ટ જાેવા મળ્યો છે.
લેબ્રોન ડાયમંડમાં ૩૬૦ ટકાનો વધુ એક્સપોર્ટ વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં આ વર્ષે હીરા ઉદ્યોગ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને ખાસ્સો નફો થયો છે. આ વર્ષે એક્સપોર્ટમાં ભારે ઉછાળો જાેવા મળી રહ્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ૨૦૧૯-૨૦ એપ્રિલની સરખામણીમાં એપ્રિલ ૨૦૨૦-૨૧ના એક્સપોર્ટની વાત કરવામાં આવે તો કટિંગ અને પોલિશિંગ ડાયમંડમાં ૩૮ ટકાનો ગ્રોથ, જ્યારે લેબ્રોન ડાયમંડમાં ૩૬૦ ટકાનો વધુ એક્સપોર્ટ જાેવા મળી રહ્યો છે.
જ્વેલરી સેકટર અંગે તેમણે જણાવ્યું હતું કે, ચાંદીની જ્વેલરીમાં ૨૫૦ ટકાનો ગ્રોથ જાેવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજુ પ્લેટિનમ જ્વેલરીમાં ૧૨૫ ટકાનો ગ્રોથ એક્સપોર્ટમાં જાેવા મળે છે. પરંતુ ગોલ્ડ જ્વેલરીમાં ૬૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર જે અલગ અલગ ભાગ છે. માત્ર એકને બાદ