Western Times News

Gujarati News

રાજ્યમાં મોસમનો ૩૦ ટકા વરસાદ, ૮-૧૦ ટકાની ઘટ

અમદાવાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસું જામ્યું છે. આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો ૩૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જાે કે, હજી પણ ૮થી ૧૦ ટકા વરસાદની ઘટ છે. રિજિયન મુજબ કચ્છમાં ૫ ઈંચ સાથે ૩૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭.૯૫ ઈંચ સાથે ૨૮.૧૬ ટકા, મધ્ય ગુજરાતમાં ૯.૫૬ ટકા સાથે ૩૦.૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૮.૭૭ ટકા સાથે ૩૧.૮૯ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૨૦.૨૩ ઈંચ સાથે સીઝનનો ૩૨.૫૮ ટકા વરસાદ નોંધાયો છે. જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં બે દિવસથી વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. રવિવારે સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે. જેને કારણે રાજ્યના કુલ ૫૬ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા છે. છોટા ઉદેપુરમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે ઓરસંગ નદીમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ રહી છે. જેથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તોથીદરા ગામે રેતી ખનન માટે વપરાતા મશીનનો ઓપરેટર નદીમાં ફસાઈ ગયો હોવાની ઘટના બની હતી.

જાે કે, સ્થાનિક લોકોએ કોર્પોરેટરને બચાવી લીધો હતો પરંતુ હિટાચી મશીન નદીમાં ડૂબી ગયું હતું. મેઘરાજાએ રાજકોટ જિલ્લાને ઘમરોળી નાખતા બે દિવસમાં ૮.૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ ધોરાજીના મોટી મારડમાં ૯ અને લોધિકામાં ૮ ઈંચ વરસાદ ખાબકતા હજી પણ જળબંબાકારની સ્થિતિ જાેવા મળી રહી છે. એટલું જ નહીં, ધોધમાર વરસાદને કારણે શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ વરસાદની પાણી ઘૂસ્યા હતા.

આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ૩ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં ૩૦ જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.