રાજ્યમાં લોકોને માસ્કમાંથી મુક્તિ મળે એવી સંભાવના
અમદાવાદ, કોરોનાને લઈને મોટાભાગના નિયંત્રણો હળવા થયા બાદ હવે ફરજિયાત માસ્કમાંથી પણ નાગરિકોને રાહત મળે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગેની નવી ગાઈડલાઈન જાહેર કરાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી રોજ નોંધાતા કોરોનોના કેસોની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે જેથી અગાઉ રાજ્ય સરકાર દ્વારા નાઈટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી સરકાર દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું હતું. જાે કે, હવે કેસો ઘટતા સરકાર હવે તેને ધીમે-ધીમે મરજિયાત કરવા આગળ વધી રહી છે. ટૂંક જ સમયમાં નવી માર્ગદર્શિકા સાથે આ સંદર્ભે ર્નિણય જાહેર થઈ શકે છે. મહત્વનું છે કે, દેશના અનેક રાજ્યોમાં માસ્ક પહેરવા સંદર્ભે નિયમો હળવા કરાયા છે. દિલ્હીમાં તો કારમાં સિંગલ ડ્રાઈવ માટે પણ માસ્ક મરજિયાત કરી દેવાયું છે. તેમજ અનેક રાજ્યાનો ગ્રામીણ અને શહેરોમાં પફણ માસ્કના નિયમો હળવા કરી દેવાયા છે.
ગુજરાતમા નાગરિકોને ફરજિયાત માસ્કમાંથી છૂટકારો કરાવવા સીએમ ભૂપેન્દ્ર પટેલે મહિલા પહેલા નિવેદન આપ્યું હતું. જાે કે, રાજ્યમાં માસ્કના દંડની રકમ હાઈકોર્ટના આદેશથી નિયત થઈ હોવાથી પાછળથી સરકારે તેમા ઘટાડો કે પછી નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં નિયમને મરજિયાત કરવા કોઈ જ કાર્યવાહી કરી નથી. ત્યારે દેશમાં સૌથી વધુ દંડ ધરાવતા ગુજરાતમાં કેન્દ્રની નવી ગાઈલાઈનથી ફરજિયાત માસ્કના નિયમ સામે રાહત મળી શકે તેવા સંકેતો દિલ્હીથી આવેલા ભાજપના નેતાઓ પાસેથી મળી રહ્યા છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટી રહ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ નવા કેસ નોંધાયા તેમજ ૮૨ દર્દી સાજા થયા છે. સતત ત્રીજા દિવસે કોરોનાથી રાજ્યમાં શૂન્ય મોત રહ્યું છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને ૯૯.૦૬ ટકાએ પહોંચ્યો છે.SSS