રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડ, PSIની પરીક્ષા આવી વિવાદમાં
લાંભાની ગીતા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી કોલ લેટર લઈ લેવાયા હતા, જેને કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા
અમદાવાદ, ગુજરાતમાં વધુ એક સરકારી નોકરી માટેની પરીક્ષા વિવાદમાં આવી છે. ગુજરાતમાં સરકારી ભરતીમાં પરીક્ષાના પેપર ફૂટવાનો સિલસિલો યથાવત છે. ત્યારે અમદાવાદમાં લેવાયેલી PSIની પરીક્ષાનું પેપર ફૂટવાની વાત સામે આવી છે.
લાંભાની ગીતા હાઈસ્કૂલમાં પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. પેપર, OMR સીટ અને કોલ લેટર લઇ લેવાતા વિવાદ થયો છે અને પરીક્ષા સેન્ટરથી કોલ લેટર પરત ન મળતા હોબાળો થયો છે.
લાંભાની ગીતા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી કોલ લેટર લઈ લેવામાં આવ્યા હતા, જેને કારણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને ભારે વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે, કેટલાક વિદ્યાર્થીઓએ OMRમાં જવાબ બાકી છોડ્યા હતા. OMR શીટમાં સિરીઝ મેચ કરી જવાબ લખાયા હતા. કોલ લેટર્સ પાછા ન આપતા વિદ્યાર્થીઓએ શાળા બહાર મોટાપાયે હોબાળો દર્શાવ્યો હતો.
પીએસઆઈ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે આ મામલે જણાવ્યું કે, લાંભામાં જે બન્યુ હતુ તે અમારા ધ્યાને આવ્યું. ગેરસમજને કારણે ઉમેદવારનો પ્રશ્નપત્ર લેવામાં આવ્યા હતા. આમ પ્રશ્નપત્ર આપણે રાખતા નથી. તેમજ કોલ લેટર પણ રાખતા નથી. ગેરસમજમાં જે થયુ છે, તે પ્રોબ્લમ સોલ્વ થઈ જશે.
આજે પીએસઆઈની લેખીત પરીક્ષાનુ આયોજન થયુ હતુ. ૯૬ હજાર કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપી છે. સ્ટ્રોગ રૂમથી સલામત વર્ગખંડ સુધી પેપર પહોંચ્યા હતા. અમદાવાદમાં બે બાબત ધ્યાને આવી છે. એક કેન્દ્ર પર મોબાઈલ લઈ ઉમેદવાર અંદર ગયા હતા જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે.
બીજા એક કેન્દ્ર પર કોઈ ઉમેદવારે પોતાની જન્મ તારીખ સાથે ચેકચાક કરી હતી. લાંભા હાઈસ્કૂલના પ્રિન્સીપાલે અહેવાલ બાદ પોતાની ભૂલ સ્વીકારી હતી.
તેમણે કહ્યુ હતું કે, કોલ લેટર પરત આપી દેવાના હતા, જે આપ્યા નહિ તે અમારી ભૂલ હતી. આજે PSIની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષાનું સવારે ૯ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી આયોજન કરાયુ હતું. અમદાવાદ અને ગાંધીનગર ખાતે પ્રિલિમીનરી પરીક્ષાનું આયોજન કરાયુ હતું,
જેમાં રાજ્યભરના ૯૬ હજારથી વધુ ઉમેદવારો ઁજીૈં ની પ્રિલિમીનરી પરીક્ષા આપી હતી. અમદાવાદમાં ૩૨ હજાર કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેરમાં ૧૦૭ શાળાઓમાં પરીક્ષા કેન્દ્ર હતા.
ગુજરાત પીએસઆઈ રીક્રુટમેન્ટ બોર્ડના ચેરમેન વિકાસ સહાય તરફથી પરીક્ષા અંગે તેમજ ઉમેદવારોને ૧ માર્ચથી કોલલેટર ડાઉનલોડ કરવા ટિ્વટ કરી માહિતી અપાઈ હતી. PSIની ભરતી માટેની પરીક્ષાના કોલલેટર ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના હતા.
ગુજરાતમાં આજકાલ સરકારી ભરતીની પરીક્ષામાં ગેરરીતિના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે પીએસઆઈની પરીક્ષા માટે ખાસ આયોજન કરાયુ હતું. કોઈ ગેરરીતી નાં થાય એ હેતુથી તકેદારીના પગલે પરીક્ષા કેન્દ્રોમાં કેમરાથી મોનિટરીંગ કરાયુ હતું.
પરીક્ષાના કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ સેન્ટર ચાલુ નહીં રાખી શકાય. તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસના સ્થળ પર લાઉડ સ્પીકરો વગાડવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. પરીક્ષા સ્થળ પર ઉમેદવારો મોબાઇલ અને કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જઈ શકશે નહીં
અને પરીક્ષા કેન્દ્રો પર ઝામર પણ લગાવવામાં આવશે જેવા કડક નિયમો લેવાયા હતા.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૩ ડિસેમ્બરથી PSI ની ભરતી માટે શારીરિક કસોટી શરુ થઇ હતી. શારીરિક કસોટીનું આયોજન ૧૫ કેન્દ્રો પર કરાયું હતું