રાજ્યમાં વરસાદની શક્યતા હજુ પણ નહિવત, ગરમી વધી

અમદાવાદ, છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. શરૂઆતમાં સારો વરસાદ હતો. પરંતુ વરસાદ ખેંચાતા ખેતરોમાં રહેલી ઉભી મોલાત હવે મુરજાવા લાગી છે.
ખેડૂતોએ કરેલી મહેનત પાણીમાં જશે શરૂઆતમાં જિલ્લામાં વરસાદ સારો હતો પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદ ખેંચાતા કપાસ મગફળી અને અન્ય પાકો ધીમે ધીમે મૂંઝાવા લાગ્યા છે. મેઘરાજા કૃપા કરે તને વરસાદ આવે તો ખેતરોમાં રહેલી ઉભી મોલાત ને ફાયદો થશે.
આ સમયે મગફળીને વરસાદની ખૂબ જ જરૂર હોય છે. ત્યારે જાે હવે વરસાદ વધુ લંબાશે તો મગફળીના પાકને પણ નુકસાન થશે આમ અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા જાેવા મળી રહી છે. ગુજરાતમાં ચોમાસાના બે રાઉન્ડ પુરા થયાં છતાં હજી ૪૪ ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે.
વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે. સામાન્ય રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ૪૫૦ મીમી વરસાદ થવો જાેઇએ. ચાલુ ચોમાસામાં અત્યાર સુધી માત્ર ૨૫૩ મીમી વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં અગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત જાેવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા જણાઇ રહી છે. વરસાદ ન હોવાને કારણે ગરમીમાં વધારો થયો છે. ઓગસ્ટના બીજા સપ્તાહમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.