રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા સરકારની વિચારણા
ગાંધીનગર, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જાેવા મળ્યો હતો, જે હવે કન્ટ્રોલમાં આવી ગયા છે. એવામાં રાજ્ય સરકાર ફરી એકવાર હાયર સેકન્ડરી સ્કૂલો, કોલેજાે અને યુનિવર્સિટીઓને તબક્કાવાર શરૂ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. રાજ્યના પાટનગરમાં શિક્ષકો સાથે સંવાદ કર્યા બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ સંકેતો આપ્યા હતા કે રાજ્ય સરકાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો અને હાઈસ્કૂલને તબક્કાવાર શરૂ કરવા અંગે વિચારી રહી છે.
જાેકે સરકાર યુનિવર્સિટીઓ, કોલેજાે અને હાયર સેકન્ડરી સ્કૂલોને ક્યારે શરૂ કરવા માટે વિચારી રહી છે, તેની કોઈ સ્પષ્ટ તારીખ જણાવવાનું ચુડાસમાએ ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ મુદ્દાની ચર્ચા સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતાવાળી હાઈ પાવર કમિટીમાં કરવામાં આવશે.
ચુડાસમાએ કહ્યું કે, ‘શિક્ષણવિદો સાથે આજની અને હાલની ચર્ચા દરમિયાન કોલેજાે, યુનિવર્સિટીઓ તથા સ્કૂલોને ફરીથી ખોલવાના સૂચના પર ચર્ચા કરવામાં આવી હતી. એજ્યુકેશન સેક્ટરને તબક્કાવાર શરૂ કરવા માટે આ સૂચનો પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાવાળી હાઈ-લેવલ કમિટીમાં ચર્ચા કરવામાં આવશે.’ તેમણે ઉમેર્યું કે, આ મુદ્દાની હાઈ-પાવર કમિટીમાં ચર્ચા ન થાય ત્યાં સુધી તેઓ તેના પર કોઈ કમેન્ટ કરશે નહીં.
શિક્ષણ વિભાગમાં ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, પહેલા તબક્કામાં સરકાર જાન્યુઆરીના મધ્યથી યુનિવર્સિટીઓ, હાયર સેકન્ડરી સ્કૂલો તથા કોલેજાે શરૂ કરવાનું વિચારી રહી છે. કોલેજાે, યુનિવર્સિટીઓ અને હાયર સેકન્ડરી સ્કૂલો શરૂ કરવાથી વાર્ષિક પરીક્ષા લેવામાં પણ મદદ રહેશે. પ્રાઈમરી સ્કૂલની વાત રહી તો સરકાર હજુ તેના માટે થોડા સમય સુધી રાહ જાેશે.SSS