રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાન્યુ.માં જાહેર કરાશે
અમદાવાદ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરીના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચની દરખાસ્તનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. ચૂંટણીઓ નવી મતદાર યાદી મુજબ થશે. ૧૫મી જાન્યુઆરીની મતદાર યાદી આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સ્ટાફને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં તમામ સ્ટાફને વેક્સિન અપાશે.
રાજ્યની ૬ મહાનગર પાલિકા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગર તેમજ ૩૧ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાવવાની હતી. પરંતુ કોરોનાના કેસોમાં વધારો થતા સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી પાછળ ઠાલવવામાં આવી હતી. ત્યારે બુધવારે પત્રકાર પરિષદ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું કે, મહાનગરપાલિકામાં કમિશનર, જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી, જ્યારે નગરપાલિકામાં ચીફ ઓફિસર નવી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી કેરટેકર તરીકે ફરજ બજાવશે. આ કેરટેકર માત્ર રોજિંદા કામગીરી જ કરશે. કોઈ નીતિ વિષયક ર્નિણય નહીં લઈ શકે. કાયદામાં અને બંધારણીય રીતે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે જાેગવાઈ છે કે પાંચ વર્ષની મુદત પૂર્ણ થાય પછી તેમની મુદતમાં વધારો નથી કરી શકાતો. સાથે જ ચૂંટણી કરવી ફરજીયાત છે.
જાે કે કોરોનાની પરિસ્થિતિને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફેબ્રુઆરીના અંત સુધીમાં ચૂંટણી કરાવી પડશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતુ કે કોરોના મહામારી વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી એડમિનિસ્ટ્રેટર વહીવટ સંભાળશે. સુપ્રીમ કોર્ટના ત્રણ જજ જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ સુભાષ રેડ્ડીની બેંચે નોંધ્યું હતું કે ચૂંટાયેલી પાંખના સભ્યોની ટર્મ પુરી થયા બાદ એડમિનિસ્ટ્રેટર નિણર્ય લેશે.SSS