Western Times News

Gujarati News

રાજ્યમાં ૪ હજાર સ્પેશિયાલિસ્ટ, ૧૦૦૦૦ MBBS ની જરૂરીયાત

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો જવાબ આપતાં ગુજરાત સરકારે જાે કોરોનાની ત્રીજી લહેર આવે તો પોતાની તૈયારીના પ્લાન અંગે માહિતી આપી હતી. તેમજ સરકારે કોર્ટને જણાવ્યું કે પાછલી બે લહેરના અનુભવમાંથી સરકાર શીખી છે અને તે પ્રમાણે મહામારીની આગામી લહેર જાે આવે તો તેને ધ્યાને રાખીને પ્લાન તૈયાર કર્યો છે.

રાજ્ય સરકારે પોતાના જવામાં કહ્યું કે કોરના મહામારીની ત્રીજી લહેર જાે આવશે તો તમામ સંસાધનોની જરુરિયાત અનેકગણી વધી જશે. તેમણે કહ્યું કે જેમ કે કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યમાં ૨૩૫૦ જેટલા સ્પેશિયાલિસ્ટોની જરુરિયાત પડી હતી. જાે ત્રીજી લહેર આવશે તો દર્દીઓની સારવાર માટે રાજ્યમાં ૪૦૦૦ જેટલા સ્પેશિયાલિસ્ટોની જરુરિયાત પડશે. તેવીજ રીતે ૫૨૦૦ જેટલા સ્મ્મ્જીની સામે ૧૦૦૦૦ MBBS અને ઈન્ટર્ન્સ તબીબોની જરુરિયાત પડશે. આ જ પ્રમાણે વોર્ડમાં દર્દીઓની સારસંભાળ માટે લગભગ ૧૨૦૦૦ જેટલી નર્સની જરુરિયાત પડી હતી જેની સામે આગામી લહેરમાં ૨૨૦૦૦ જેટલી નર્સની આવશ્યક્તા પડી શકે છે.

જાેકે, સરકારે રજૂ કરેલા એફિડેવિટ અને ડોક્યુમેન્ટ્‌સમાં આ માનવ સંસાધનો કેવી રીતે પૂરા પાડવામાં આવશે તેના નામે મગનું નામ મરી નથી પાડ્યું. ખાસ કરીને કોરોના જેવી મહામારીના વોર્ડમાં ખૂબ જ ટ્રેઇન્ડ સ્ટાફની જરુરિયાત રહે છે. મહત્વનું છે કે ફક્ક કોરોના ફેસિલિટી ઉભી કરી દેવાથી વાત અટકતી નથી. એક મહિના પહેલાની જ વાત છે જ્યારે રાજ્ય સરકારે પોતાના જવાબમાં હાઈકોર્ટ સમક્ષ સ્વિકાર્યું હતું કે તેમને પોતાની કોવિડ-૧૯ ફેસેલિટીઝ માટે સ્પેશિયલાઇઝ્‌ડ ડોક્ટર શોધવામાં ખૂબ જ અડચણ નડી રહી છે.

ત્યાં સુધી કે માસિક રુ. ૨.૫ લાખ જેટલો પગાર ઓફર કરવા છતાં ટ્રેઇન થયેલા સ્પેશિયાલિસ્ટો સરકારને નથી મળી રહ્યા. અહીં એ નોંધવું રહ્યું કે બીજી લહેર દરમિયાન એપ્રિલ મે મહિનામાં  ના સહયોગથી શરું કરવામાં આવેલી ધન્વન્તરી હોસ્પિટલ માટે સરકાર સ્પેશિયલિસ્ટ સહિતનો સ્ટાફ મેળવવામાં ફીફા ખાંડતી જાેવા મળી હતી.
કોરોના મહામારીની છેલ્લી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.