રાજ્યમાં ૮૩૨૦ ઈમારતોમાંથી ૩૫ ટકા બીયુ પરમિશન વગરની
મંજૂરી કરતા વધુ માળનો ઉમેરો, ઇમારતોના ઉપયોગમાં ફેરફાર અને અધિકારક્ષેત્રની સમસ્યાઓનો સમાવેશ થાય છે
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓમાં રહેણાંક, કોમર્શિયલ, હાઈરાઈઝ અને હોસ્પિટલ જેવી સ્પેશિયલ કેટેગરીની ૮,૩૨૦ ઈમારતોનું ત્રણ મહિના સુધી સેમ્પલ સર્વે બાદ શહેરી વિકાસ વિભાગે તારણ કાઢ્યું છે કે સર્વે કરાયેલા લગભગ ૩૫% બાંધકામો બિલ્ડિંગ યુઝ (બીયુ)ની પરવાનગી વગર જ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે.
આ માટેના કારણોમાં મંજૂરી કરતા વધુ માળનો ઉમેરો, ઇમારતોના ઉપયોગમાં ફેરફાર અને અધિકારક્ષેત્રની સમસ્યાઓનો સમાવેશ થાય છે. જાે બીયુ મંજૂરી વિનાની ઇમારતો માટે દંડના પગલાં લેવામાં આવશે, તો તે વ્યાપક ડિમોલિશન તરફ દોરી જશે.
રાજ્ય સરકારને તેની ભલામણોમાં શહેરી વિકાસ વિભાગે કહ્યું છે કે આવી મિલકતોના માલિકો માટે આ કાનૂની અવરોધને પાર કરવા માટે અમુક શરતો સાથે વટહુકમ લાવી શકાય છે. શહેરી વિકાસ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વિભાગ સત્તાવાર રીતે આવો કોઈ ર્નિણય લે તે પહેલાં સૂચન હાઇકોર્ટમાં સબમિટ કરવામાં આવશે. તેમનું લક્ષ્ય લોકોને ઓછામાં ઓછા નુકસાનનું છે.
જાન્યુઆરીમાં સર્વેની શરૂઆત થઈ હતી અને અમદાવાદમાં ૧,૦૫૦, સુરતમાં ૧,૦૦૦, રાજકોટમાં ૭૫૦ અને વડોદરામાં ૮૦૦ બિલ્ડીંગનો બીયુ પરમિશન માટે સર્વે કરવામાં આવ્યો હતો. કેટલાક મુખ્ય ફીચર્સ કે જેની તપાસ આ સર્વેમાં કરવામાં આવી હતી તેમાં મિલકત કયા ઝોનમાં સ્થિત હતી, મિલકતની સામેના રસ્તાની પહોળાઈ, જમીન ખાનગી વ્યક્તિઓની છે કે રાજ્ય દ્વારા ફાળવવામાં આવી છે અને ફાયર-સેફ્ટી કમ્પ્લાયન્સની સ્થિતિનો સમાવેશ થાય છે. .
બિલ્ડીંગના ઉપયોગમાં ફેરફાર છે કે કેમ, બિલ્ડીંગ આરોગ્ય માટે જાેખમી છે કે કેમ, અને નાગરિક ઉપયોગિતાઓની સ્થિતિ જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. અમદાવાદમાં સર્વેક્ષણ કરાયેલ ૧,૦૫૦ બિલ્ડીંગોમાંથી ૩૨% પાસે બીયુ પરવાનગીઓ નથી.
કુલ મળીને નગરપાલિકાની હદમાં ૨,૧૬૦ બિલ્ડીંગ, આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ૫,૬૦૦ અને શહેરી વિકાસ સત્તાની મર્યાદા હેઠળ લગભગ ૫૬૦ બિલ્ડીંગનો સર્વે કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં ઔડા અનધિકૃત ડેવલપમેન્ટ ફી વસૂલતી હતી પરંતુ બીયુ પરમિશન આપતી ન હતી તેવા કિસ્સાઓ હતા.
આમાંની કેટલીક બિલ્ડીંગોમાં હવે વધારાના માળ છે જેના માટે બીયુ મંજૂરી નથી.” એમ એએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. કેન્દ્રીય કાયદા, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૨૦૧૦ની જાેગવાઈઓના અમલીકરણનો મુદ્દો પણ છે.ss3kp