Western Times News

Gujarati News

રાજ્યમાં 33 દિવસ બાદ 3 હજારથી ઓછા કેસ, 2909 નવા કેસ

અમદાવાદ, ગુજરાતમાં સતત પાંચ દિવસથી કોરોનાના નવા કેસ ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 2909 નવા કેસ નોંધાયા છે. 5 જાન્યુઆરીએ 3350 કેસ હતાં, 33 દિવસ એટલે કે એક મહિના બાદ રાજ્યમાં 3 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

જ્યારે 21 દર્દીના મોત થયા છે. ગઈકાલે 6 ફેબ્રુઆરીએ 19 દર્દીના મોત થયાં હતાં. આજે 8862 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 95.90 ટકા થઈ ગયો છે. જોકે સતત આઠ દિવસથી નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના 215 દર્દી થઈ ગયા છે.

રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે.

30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા.

જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો. જ્યારે આજે પણ કેસ પહેલીવાર 4 હજારથી નીચે 3897 નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.