રાજ્યમાં કોરોનાના 8934 નવા કેસની સામે 34ના મોત
ગાંધીનગર, ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્યમાં 24 કલાકમાં 8934 નવા કેસ નોંધાયા છે. જ્યારે 34ના મોત થયા છે. આજે 15,177 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 92.65 ટકા થઈ ગયો છે.
જોકે સતત ચોથા દિવસે નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના 246 દર્દી થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે.
28 જાન્યુઆરીએ 30, 29 જાન્યુઆરીએ 33, 30 જાન્યુઆરીએ 30, 31 જાન્યુઆરીએ 35 અને આજે 1 ફેબ્રુઆરીએ 38 અને 2 ફેબ્રુઆરીએ 34 એમ કુલ 200 દર્દીના મોત નોંધાયા છે. 2021માં 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી 59 દર્દીના મોત થયા હતા. જ્યારે 2022ના જાન્યુઆરીના માત્ર 31 દિવસમાં જ 355 દર્દીના મોત થઈ ગયા છે. 251 દિવસ બાદ 38 જેટલો મોતનો આંક થયો છે. અગાઉ 26 મેના રોજ 36 મોત નોંધાયા હતા.
અમદાવાદમાં 3368 કેસ, વડોદરામાં 1921 કેસ, રાજકોટમાં 478 કેસ, સુરતમાં 513 અને ગાંધીનગરમાં 431 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 10, રાજકોટમાં 5, વડોદરામાં 4, સુરતમાં 4, ભરૂચમાં 3, મહેસાણા 1, ગાંધીનગરમાં 1, ભાવનગરમાં 1, જામનગરમાં 2, નવસારીમાં 1, સુરેન્દ્રનગરમાં 1 અને બોટાદમાં 1 એમ કુલ 34ના મોત થયાં છે.