રાજ્યસભાની ચાર સીટ પૈકી કોંગી બે સીટ આંચકી શકે

અમદાવાદ: ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણી આગામી તા.૨૬ માર્ચે યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં સત્તા હસ્તગત કરવા રણનીતિ ઘડવામાં જાતરાયા છે. જા કે, ભાજપ માટે આ વખતે ગુજરાતની રાજયસભાની ચૂંટણી પ્રતિષ્ઠાનો સવાલ અને કપરા ચઢાણ સમાન છે. કારણ કે ૨૦૧૪માં ભાજપ પાસે ૧૨૧ સભ્યો હતા
જે હાલ ૧૦૨ છે એટલે કે, એ વખતે મેળવેલી ૩ બેઠકોમાં એકાદી બેઠક ગુમાવી પડી શકે છે. તો, કોંગ્રેસ પક્ષ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી બે બેઠકો ભાજપ પાસેથી આંચકી લે તેવી પણ શકયતા છે પરંતુ કોંગ્રેસ તેની આ મનશામાં સફળ ના થાય તે માટે ભાજપ દ્વારા ખાસ રણનીતિ ઘડાઇ રહી છે. ચાલુ વર્ષે ૨૦૨૦માં સાસંદોની ટર્મ પુરી થતા ચૂંટણી યોજાઈ રહી છે.
જેમાં ગુજરાતમાં ભાજપના ત્રણ, કોગેસના એક સાંસદની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી યોજાશે. પરંતુ, ભાજપ માટે આ વખતે કપરા ચઢાણ છે. કારણ કે, અગાઉ ૨૦૧૪માં ૧૨૧ સભ્યોથી ભાજપે ત્રણ બેઠક મેળવી હતી. આ વખતે ભાજપ પાસે ૧૦૨ સભ્યો છે, ઓછા સભ્યોને લઇ ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવે તેવી દહેશત છે. ભાજપના સભ્યોમાં ઘટાડો થતા ભાજપ બેઠક ગુમાવી શકે છે.
ઓછા સભ્યોને લઇ ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવે તેની ચિંતામાં ભાજપ મોવડીમંડળ પણ સક્રિય બન્યું છે. રાજ્યસભામાં ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણીની તારીખે જાહેર થઈ છે. આગામી તા.૨૬ માર્ચે ચાર બેઠકો માટે મતદાન થવાનું છે અને તે જ દિવસે મત ગણતરી પણ હાથ ધરાશે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક રાજ્યસભા સાંસદની ટર્મ પૂર્ણ થતી હોવાથી રાજ્યસભાની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે. ભાજપના ચુની ગોહિલ, લાલજી વડોદીયા, શંભુપ્રસાદ ટુંિંડયાની ટર્મ ખતમ થશે.