Western Times News

Gujarati News

રાજ્યસભામાં મત આપવા મુદ્દે છોટુ વસાવાએ અંતે મૌન તોડ્યું

કોંગ્રેસે ૬૦ વર્ષમાં કશુ કર્યું નથી અને ભાજપ હિન્દુત્વના રંગે રંગાયુ છે તો અમે ભાજપ-કોંગ્રેસને કેમ મત આપીએ
રાજપીપળા,  સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ૬ ગામના આદિવાસીઓ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને એમના પુત્ર મહેશ વસાવા પાસે પહોંંચ્યા હતા. કેવડિયા સહિત આસપાસના આદિવાસીઓએ છોટુભાઈ વસાવાને પોતાની આપવીતી સંભળાવી હતી. દરમિયાન છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર આદિવાસીઓને માણસ સમજતી જ નથી, આવનારા સમયમાં જ્વલંત આંદોલન થશે,

સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ૫ મી અનુસૂચિ ખતમ નહીં થવા દઈએ. દરમિયાન ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં કોને મત આપવો એ મામલે છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ૬૦ વર્ષમાં કશુ કર્યું નથી અને ભાજપ હિન્દુત્વના રંગે રંગાયુ છે તો અમે ભાજપ-કોંગ્રેસને કેમ મત આપીએ. જેની સરકારમાં આદિવાસીઓને દુઃખ પડતું હોંય, એમની જમીનો છીનવી લેતા હોંય ભૂખે મારતા હોંય તો એ લોકો કેવી રીતે કહી શકે કે અમે એમને મત આપીશું.

જે સરકાર સંવિધાનિક બાબતો લાગુ ન કરે અને વિપક્ષ વાળા એ મામલે ન બોલે તો અમે ચૂંટણીમાં શું કરવા પડીએ. ૭૦ વર્ષમાં કોંગ્રેસ પણ કોઈ કામ નથી કર્યું, જા આમરા પ્રશ્નો હલ થશે તો અમારે મત આપવો કે નહીં એ બાબતે અમે વિચારીશુ બાકી અમને કોઈની લાગણી નથી. અમારા લોકો સાથે જે ધંધો થઈ રહ્યું છે એવુ અત્યાર સુધી થયું જ નથી. જા ભાજપ ખરેખર હિન્દુત્વને માનતા હોંય તો આ લોકો પણ હિંદુ જ છે. કેવડિયા વાળાની જમીન પડાવી લેવાની પોલીસ મોકલી આપવાની, આખી રાત પોલીસ પેહરો ગોઠવી દેવાનો. આદિવાસીઓને માનસિક રીતે ખતમ કરી જમીન સરકારને આપી દેવા દબાણ થઈ રહ્યું છે એવા લોકોને અમે કેવી રીતે ઈચ્છીએ.

અમારા માટે ભાજપ-કોંગ્રેસ બન્નેવ સરખા છે, જા કોંગ્રેસે સંવિધાન લાગુ કરી દીધું હોંત તો ભાજપનો જન્મ જ ન થયો હોંત અને ભારત દેશની આવી નોબત જાવા ન મળત. અમારા આદિવાસીઓ સાથે જે ચેનચાળા કરે એને અમે કેવી રીતે ચાહીએ. આદિવાસીઓની જમીન ઝૂંટવી લેવાનો અને ભૂખે મારવાનો વરઘોડો કાઢવો એ યોગ્ય નથી. આદિવાસીઓના નકલી સર્ટિફિકેટ બનાવી નોકરી આપવાનો ધંધો લોકશાહી દેશમાં ચાલે જ નહીંં, એ લોકો લોકશાહીમાં માનતા જ નથી.

અમે કોને મત આપીશું એ જાહેર ન કરવાનું કારણ એ કે અમારા કામ કરે એટલે સકંજામાં લેવા પડે મત તો અમે ઘણા આપ્યા. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં મ્્‌ઁ ની મહત્વની ભૂમિકા રહેશે. મ્્‌ઁ જા કોંગ્રેસને મત ન આપે તો બીજી બેઠક જીતવાનું કોંગ્રેસનું સપનું ચકનાચૂર થઈ જશે. હવે ચૂંટણીના ગણતરીના દિવસો પેહલા છોટુભાઈ વસાવાના બદલાતા તેવરથી કોંગ્રેસ ચિંતામાં જરૂર મુકાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.