રાજ્યસભામાં માર્શલનો ડ્રેસ બદલાયો
નવી દિલ્હી, સંસદનું શિયાળુ સત્ર આજે 18 નવેમ્બરથી શરૂ થઈ ગયુ છે. રાજ્યસભાનું આ 250મું સત્ર છે. આ અવસરે રાજ્યસભામાં નવો સુધારો જોવા મળ્યો. જ્યારે રાજ્યસભાના ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ સદનમાં આવ્યા તો તેમની સાથે જે માર્શલ ઉભા હોય છે તેમના યુનિફોર્મ બદલાયેલા હતા. સંસદના માર્શલોનો પહેલા સફેદ રંગનો યુનિફોર્મ હતો. જે હવે બદલાઈને સેનાના અધિકારીઓ જેવો થઈ ગયો છે.
જ્યારે સદનની કાર્યવાહી શરૂ થઈ, વૈંકેયા નાયડુની સાથે માર્શલ સદનમાં આવ્યા તો ત્યાં હાજર સૌ આશ્ચર્ય ચકિત થઈ ગયા. તેમની સાથે ઉભેલા માર્શલ નવા ડ્રેસમાં જોવા મળી રહ્યા હતા. સંસદના માર્શલોનો ડ્રેસ સેનાના અધિકારીઓના યુનિફૉર્મ જેવો છે. તેનો રંગ પણ બદલાયો છે. જે રંગ ઑલિવ ગ્રીન છે. તેમને હવે પાઘડીની જગ્યાએ કેપ પહેરવી પડશે.