રાજ્યસભામાં મેળવી મોટી જીત હવે લોકસભાનો વારો
જમ્મૂ-કાશ્મીર: રાજ્યસભામાં મોદી સરકારની મોટી જીત થઈ છે. જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370ને હટાવવાનું બિલ પાસ થઈ ગયુ છે. જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયુ છે. બિલના પક્ષમાં 125 મત પડ્યા છે અને 61 વિપક્ષમાં મત પડ્યા હતા. મોદી સરકારે બહુમતી ન હોવા છતાં રાજ્યસભામાં બિલ પસાર કરાવીને મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે. હવે આ બિલ કાયદો બની જશે.
જ્યારે એક સદસ્ય ગેરહાજર રહ્યા હતા. આ બિલમાં જમ્મૂ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરા દીધુ છે. અને બંને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવાનું પ્રાવધાન સામેલ છે. દેશના જાણીતા વકીલ હરિશ સાલવેએ મોદી સરકારના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિના આદેશ પ્રમાણે બંધારણ લાગૂ કરવામાં આવ્યુ છે. સરકારની નવી ભલાણમથી જમ્મુ કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગૂ થયુ છે.
રાજ્યસભામાંથી બિલ પસાર થયા બાદ હવે આ બિલ મંગળવારે લોકસભામાં રજૂ થશે. અને લોકસભામાં સરકાર પાસે પૂર્ણ બહુમતિ હોવાથી લોકસભામાં પણ બિલ આસાનીથી પસાર થઇ જશે.