રાજ્યસભામાં હંગામાનો ઉલ્લેખ કરી ઉપસભાપતિ વેંકૈયા નાયડૂ ભાવુક થયા

નવીદિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર અચોક્કસ મુદ્ત માટે સ્થગિત કરવામાં આવ્યું છે. જાે કે જ્યારથી સત્ર શરૂ થયું છે, ત્યારથી સંસદમાં દરરોજ હંગામો જાેવા મળ્યો હતો વિપક્ષોએ પેગાસસ જાસૂસી, મોંઘવારી અને કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો. ૧૯ જુલાઈથી શરૂ થયેલું સંસદનું સત્ર ૧૩ ઓગસ્ટે પૂરુ થવાનું હતું પરંતુ આ પહેલા લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે લોકસભામાં મંગળવારે ઓબીસી સંશોધન બિલ પાસ થયા બાદ લોકસભાને સ્થગિત કરી દેવામાં આવી છે.
જ્યારથી સત્ર શરૂ થયું ત્યારથી દરરોજ ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે. કામકાજ દરમિયાન અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી છે. મંગળવારે સરકારે ઓબીસી સંશોધન બિલ લોકસભામાંથી પાસ કરાવી લીધું હતું. આ બિલનું વિપક્ષી પાર્ટીઓએ પણ સમર્થન આપ્યું હતું. હવે બુધવારે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે લોકસભાનું આ સત્ર ૧૩ ઓગસ્ટ સુધી ચાલવાનું હતું,
રાજ્યસભામાં આજે સભાપતિ વેંકૈયાએ નાયડૂ ગઈકાલે સંસદમાં થયેલા હંગામાની નિંદા કરી છે. તેમણે કહ્યુ કે, વિપક્ષના કોઈપણ સભ્ય સરકારને મજબૂર ન કરી શકે કે તેણે શું કરવાનું છે અને શું નહીં. સભાપતિ વેંકૈયા નાયડૂએ મંગળવારની ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યુ હતું. સભાપતિ પોતાનું દુખ જાહેર કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષ ગૃહની મર્યાદા ભૂલી ગયું છે, આવી ઘટના બીજીવાર ન થવી જાેઈએ.
રાજ્યસભામાં મંગળવારે કૃષિ કાયદાની વિરુદ્ધ વિપક્ષી સાંસદોએ ખુબ હંગામો કર્યો હતો. કોંગ્રેસ સાંસદ પ્રતાપ સિંહ બાજવાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ટેબલ પર ચઢી ગયા છે. આ મુદ્દા પર સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન મેઘવાલે કહ્યુ કે, જે લોકોએ રાજ્યસભામાં હંગામો કર્યો હતો, તેના વિરુદ્ધ કાર્યવાહીને લઈને વિચાર ચાલી રહ્યો છે.
વેંકૈયા નાયડૂએ રાજ્યસભામાં કહ્યું, ‘મને ખૂબ દુઃખ છે કે ચોમાસું સત્ર શરૂ થયા બાદથી જ સતત ગૃહનું અપમાન કરવામાં આવી રહ્યું છે. એવું લાગે છે કે ગૃહમાં કેટલાક વર્ગોની વચ્ચે પ્રતિસ્પર્ધા ચાલી રહી છે.’ અહેવાલો મુજબ, મંગળવારે વિપક્ષના કેટલાક સાંસદ ગૃહમાં ટેબલ પર ચઢી ગયા હતા. એક સાંસદે તો ઓફિશિયલ દસ્તાવેજાેને ઉઠાવીને ચેરમેનની ખુરશી તરફ ફેંક્યા હતા.રાજ્યસભા ચેરમેને વધુમાં કહ્યું, ‘આપણા મંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશની મંજૂરી એક મર્યાદા સુધી જ હોય છે. તેનાથી આગળ ન જઈ શકાય. ગૃહના આ ગર્ભગૃહમાં પ્રવેશ કરવો જ એક પ્રકારથી અપમાન છે અને આવું વર્ષોથી થતું આવી રહ્યું છે.’