રાજ્યસભા ચૂંટણી : ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં
અમદાવાદ: ગુજરાતની રાજયસભાની ચાર બેઠકો માટે કુલ પાંચ ઉમેદવારો હવે મેદાનમાં છે. આજે ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે મળી કુલ પાંચ ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ વિધિવત્ રીતે ભર્યા હતા. જા કે, બંને પક્ષના ઉમેદવારો વિજય મૂર્હુતમાં ફોર્મ ભરવાની ક્ષણ ચૂકી ગયા હતા, જેને લઇ બંને પક્ષના નેતાઓ અને કાર્યકરોમાં સ્પષ્ટ વસવસો જણાતો હતો. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો, જેને પગલે ભાજપના ત્રણ ઉમેદવારો એવા અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરી અમિન અને કોંગ્રેસના બે ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ તથા ભરતસિંહ સોલંકી વિજય મુહૂર્ત ૧૨ઃ૩૯ વાગ્યે ફોર્મ ભરવાના હતા.
પરંતુ બન્ને પક્ષના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી શક્યા ન હતા. નરહરિ અમીનનું ફોર્મ મોડું ભરાતા ભાજપના બીજા બે ઉમેદવારો અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા પણ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા. ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂકતા કોંગ્રેસના બંને ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ભાજપના ઉમેદવારોની પહેલા આવીને ફોર્મ ભરી દીધું હતું અને ૧-૪૦ વાગ્યે ફોર્મ ભરીને બહાર આવી ગયા હતા. ત્યારબાદ ૧-૫૬ વાગ્યે ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા હતા.
ભાજપના ત્રણેય ઉમેદવારોએ ફોર્મ ભર્યા ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો જ્યારે વિધાનસભામાં ફોર્મ ભરવા આવ્યા ત્યારે ધક્કા મુક્કી થઈ હતી તેમજ પોલીસે કોંગ્રેસના કાર્યકારોને અટકાવતા પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. આ પહેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને ઉમેદવારના સમર્થકો એકઠા થયા હતા. તેઓની હાજરીમાં આ સમયે ત્રણેય ઉમેદવારો પણ ત્યાં હાજર હતા.
ફોર્મ ભરવા આવ્યા ત્યારે ધક્કા મુક્કી થઈ હતી તેમજ પોલીસે કોંગ્રેસના કાર્યકારોને અટકાવતા પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. આ પહેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને ઉમેદવારના સમર્થકો એકઠા થયા હતા. તેઓની હાજરીમાં આ સમયે ત્રણેય ઉમેદવારો પણ ત્યાં હાજર હતા.જ્યાં તેમનું મોં મીઠું કરાવીને ફોર્મ ભરવા માટે લઈ જવામાં આવ્યા હતા. રાજયસભાની આ ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થવાની છે, ત્યારે દરેક ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ. જેના માટે ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય
તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ. આમ હાલમાં રાજ્યસભામાં ચાર બેઠક ખાલી પડી છે, જેમાં એક ઉમેરતા ૫ાંચ થાય અને હાલ ૧૭૯ ધારાસભ્યો છે.
(ભાજપ ૧૦૩, કોંગ્રેસ ૭૨, બીપીટી ૨, એનસીપી ૧, અપક્ષ ૧, ૩ બેઠક ખાલી છે. ) જેથી તેને ૫ાંચ વડે ભાગવાથી ૩૫.૮ થાય જેમાં એક ઉમેરતા ૩૬.૮ જેને પૂર્ણાંક ગણતા ૩૭ મતની જરૂરિયાત રહે. જેથી ત્રણ બેઠક મેળવવા માટે ભાજપને કુલ ૧૧૧ ધારાસભ્યોના મતની જરૂર પડે.
પરંતુ ભાજપ પાસે હાલ ૧૦૩ અને કોંગ્રેસ પાસે ૭૨ ધારાસભ્યો છે. જેથી કોંગ્રેસને બે સીટ જીતવા ૭૪ મતની જરૂર પડશે. આમ કોંગ્રેસને બે મત ખૂટશે, જેની ભરપાઈ અપક્ષ ધારાસભ્ય મેવાણી અને બીટીપીના બે સભ્યોનો સાથ મળતા થઈ શકે છે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા ૮ સભ્યોની ઘટ પડી શકે છે, જેથી ભાજપ રાજકારણમાં કૂટનીતિનો ચક્રવ્યૂહ અપનાવી શકે છે.
વિધાનસભાના હાલના સંખ્યાબળને જોતા આ ચૂંટણીમાં ભાજપ એક વધારાની બેઠક ગુમાવી શકે છે, જેથી આ બેઠક જાળવી રાખવા ભાજપ સતત વ્યૂહરચના બદલી રહ્યુ છે. ૨૦૧૭ની રાજ્યસભા ચૂંટણી બાદ આ ચૂંટણીમાં પણ રસાકસી થવાની સાથે ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થાય તેવી શક્યતા છે, કેમ કે ભાજપ પોતાની એક બેઠક બચાવવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા અથવા તો ક્રોસ વોટિંગ કરાવવની કૂટનીતિ ખેલી શકે છે, જ્યારે કોંગ્રેસ પોતાનાં ધારાસભ્યોને બચાવવા માટેના પ્રયાસોમાં જાતરાઇ છે અને સબ સલામત હોવાના દાવા કરી રહ્યું છે પરંતુ ક્રોસ વોટીંગની દહેશતને લઇ કોંગ્રેસમાં પણ કયાંક ને કયાંક ચિંતાની લાગણી તો જાવા મળી જ રહી છે.