Western Times News

Gujarati News

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ નાજુક

ફરી એકવાર ચેસ્ટ ફિઝીશયન રાજકોટ આવશે-અભય ભારદ્ધાજને દૂરબીનની મદદથી શ્વાસ નળીની સર્જરી કરી બ્લોકેજ દૂર કરાયું હતું પરંતુ હાલત હજુ પણ નાજુક છે
રાજકોટ, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ હજુ પણ નાજુક હોવાનું તબીબોનુ કહેવુ છે. તેઓને છેલ્લાં ૭ દિવસથી ઈસીએમઓ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હાલમાં અભય ભારદ્વાજને ઈસીએમઓ ટ્રીટમેન્ટ અને વેન્ટિલેટર બંન્ને મારફત ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. દર બે દિવસે તેઓના અલગ અલગ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.

થોડા દિવસ અગાઉ તેમની બ્રોન્કોસ્કોપી કરીને ફેફસાંમાં રહેલ બ્લોકેજ દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે હવે બે દિવસ બાદ સુરતથી ચેસ્ટ ફિઝિશિયન ડોક્ટર સમીર ગામી ફરી એક વખત રાજકોટ આવશે. અભય ભારદ્વાજની હાલત ગંભીર બનતા કૃત્રિમ ફેફસાં પર ૭ દિવસથી રાખવામાં આવ્યા છે. જોકે, હજી પણ તેમની સ્થિતિમાં કોઈ ફરક આવ્યો નથી.

તબીબોના જણાવ્યા અનુસાર તેમના દરરોજ અલગ અલગ પ્રકારના રિપોર્ટ કરાવાય છે, પણ હજુ સુધી સ્થિતિ સુધરી હોય તેવા નિર્દેશ દેખાતા નથી. તબીબોએ કહ્યું કે, ઈસીએમઓ પર ૭ દિવસ થયા છે અને ધીરે ધીરે તેના સેટિંગ ઘટાડવા પ્રયાસ છે અને તે માટે વેન્ટિલેટર પણ શરૂ કરાયું છે હાલ તેમને વેન્ટિલેટર અને એક્મો બંને મશીન મારફત ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે.

દૂરબીનની મદદથી અભય ભારદ્વાજની શ્વાસ નળીની સર્જરી કરી બ્લોકેજ દૂર કરાયું હતુ. જોકે, હજી પણ લોહીના ગઠા દૂર કરવા ઈસીએમઓ ટ્રીટમેન્ટ આપવામા આવી રહી છે. ઈસીએમઓ ટ્રીટમેન્ટ મદદથી ફેફસામાં થયેલ ઇન્ફેક્શન ધીમે ધીમે ઓછું થઇ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર છે.

ત્યાર રાજ્યભરના દર્દી પૈકી સૌથી ગંભીર દર્દીના લિસ્ટમાં સામેલ છે રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ. જેઓ ૪ સપ્ટેમ્બરથી રાજકોટના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ છ. સુરતથી આવેલ ચેસ્ટ ફિઝિશિયન નિષ્ણાત તબીબો દ્વારા તેઓને ઈસીએમઓ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી આખા રાજ્યમાં ૨૦ દર્દીને આ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. કોરોના વાયરસ ફેફસાં સુધી પહોંચતા તેઓને ન્યુમોનિયા થયો અને ગઠા જામી ગયાનું તબીબોનું અનુમાન છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.