રાજ્યે ૩૨૦ કરોડના ખર્ચે ૭૨ લાખ કોવિડ ટેસ્ટ કીટ ખરીદી
અમદાવાદ , છેલ્લા બે વર્ષથી જ્યારથી કોવિડ મહામારી શરુ થઈ છે ત્યારથી રાજ્ય સરકારે કુલ રૂ. ૩૨૦.૧૯ કરોડના ખર્ચે ૭૨ લાખ આરટી-પીસીઆરટેસ્ટિંગ કીટ અને ૧.૬૦ કરોડ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કીટ ખરીદી છે.
વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં, સરકારે કહ્યું કે તેણે ૨૦૨૦-૨૧માં ૧૪.૦૩ લાખ આરટીપીસીઆર કીટ જેને રુ.૭૮૨.૮૮ થી રુ.૪૦.૨૦ પ્રતિ કીટની કિંમતે ખરીદી હતી, જ્યારે ૭૮.૪૦ લાખ એન્ટિજેન કીટ રુ.૫૦૪ થી રુ.૧૦૫ પ્રતિ કીટના ભાવે ખરીદી હતી.
૨૦૨૧ માં કિટ દીઠ રૂ. ૩૦.૫ થી રૂ. ૧૯.૭૫ સુધીની કિંમતની ૫૮ લાખ આરટી-પીસીઆરટેસ્ટ કીટ ખરીદવામાં આવી હતી, જ્યારે ૮૧.૩૦ લાખ એન્ટિજેન કીટ રૂ. ૭૨.૮ થી રૂ. ૧૧.૧૭ પ્રતિ કીટની વચ્ચે ખરીદવામાં આવી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નાયબ નેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે કેન્દ્રની ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ રાજ્યોને કોરોના ફાટી નીકળવાની ચેતવણી આપતી સૂચના પછી સરકારે આવશ્યક કોવિડ -૧૯ કીટ ખરીદવા માટે દોઢ મહિનાથી વધુ સમય રાહ જાેઈ હતી. જ્યારે આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ૭ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ આરટી-પીસીઆરકીટ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા અને ૧૭ એપ્રિલ, ૨૦૨૦ થી ખરીદીના ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા. આ પહેલા આઈસીએમઆરપુણે દ્વારા કિટ સપ્લાય કરવામાં આવી હતી અને ત્યાં ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના અંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકાર ટ્રમ્પ ઈવેન્ટને સંભાળવામાં વ્યસ્ત હતી અને લોકોના આરોગ્યની પ્રાથમિકતાઓને અવગણી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ડિસેમ્બરમાં જ સરકારને મહામારી અંગે ચેતવણી આપી હતી પરંતુ ગુજરાત સરકારે કોઈ પગલાં લીધા ન હતા. જાેકે તેના જવાબમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે કોવિડ ટ્રમ્પના કાર્યક્રમથી નહીં, પરંતુ ચીન દ્વારા ફેલાયો છે.
તેમણે આગળ ક્યું કે “અન્ય દેશો, જ્યાં ટ્રમ્પે મુલાકાત લીધી ન હતી, ત્યાં પણ વાયરસ ફેલાયો હતો. જ્યારે આ બીમારીને આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તમામ બાબતો નવી હતી અને સરકાર તેના અનુભવ અનુસાર પરિસ્થિતિનો સામનો કરી રહી હતી. તબીબી સાધનો અને જરૂરી દવાઓ માટે પણ, યોગ્ય લોજિસ્ટિક્સ લિંક્સ તૈયાર કરવા માટે સમયની જરૂર પડે છે તેમ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકારે ફેબ્રુઆરી ૨૦૨૦ માં જ કોવિડ માટે પરીક્ષણ કે ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું.SSS